________________
( ૨૨૧ )
કે
તું અજવાલું પાણીને લાગ્યું. એ ફાટ કેટલે ટાઈમ ટકે? જ્યાં સુધી પ્રતિકૂલ પવનના ઝપાટા લાગે નહિં તેટલી પડી; તેવી રીતે આત્મા દર્શનમાહનીયથી ચારે બાજુ ધેરાઇ રહ્યો છે. આત્માના એક એક પ્રદેશ અનંત દર્શનમેાહનીયથી છવાયા છે. તેમાં શ્રી જીનેશ્વરભગવાનની વાણી આદિ રૂપ અનુકૂલ પવનના ઝપાટાથી ફાટ પડીને ક્ષાયેાપશમક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તે જ્યાં સુધી કુગુરૂ, કુશાસ્ત્રના પરિચયરૂપી મેહરાજાના સુભટના પ્રતિકૂલ ઝપાટો ન વાગે ત્યાં સુધીજ ટકી રહે.
પ્રશ્ન ૬૧૩—શ્રાવકાને સાત લાખ’માં ચાર લાખ દેવતા અને ચાર લાખ નારકીની યાનિની હિંસા આલાવવાની છે તે તે પ્રત્યક્ષ પણ નથી તે। તે હિંસા મન વચન કે કાયાથી કેવી રીતે લાગે ?
સમાધાન—તે તે ગતિમાં ગયેલા જીવાને પૂર્વભવને અંગે થતા વિચારીને આશ્રીને તે ઘટે, અથવા આ જીવના તેની સાથેના પૂર્વભવના સબધાને આશ્રીને ધટે તેમ છે; અંતમાં અવિરતિરૂપ કારણુ તે સને માટે ચાલુજ છે.
પ્રશ્ન ૬૧૪—શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પાને ૧૨ મે લેક ૭૫ મામાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાસને મહર્ષિ લખે છે તેમાં વિરોધ ખરી કે નહિ ? કારણ કે મિથ્યાદષ્ટિની પ્રશંસા થઇ અને તત્વા માં તે મિથ્યાદષ્ટિની પ્રશંસા નહિ કરવાનું જણાવે છે, તેમજ ન્યાયાચાય . શ્રીમદ્ યાવિજય ઉપાધ્યાયજી મહારાજજી કૃત અષ્ટકજીમાં પણ મિથ્યાદૃષ્ટિની પ્રશંસાયુક્ત શબ્દ છે; માટે સમજવું શું?
સમાધાન~~~અન્ય મતવાળા કે મધ્યસ્થાને અદ્વેષ ગુણ જણાવવા માટે છે તેમજ “મહાત્મા” મહષિ” આદિ શબ્દોથી ખેલાવાય છે તે તેમના મતના અનુવાદની અપેક્ષાએ છે.
પ્રશ્ન ૬૧૫-ધણા સારા ગુણવાલા મિથ્યાદષ્ટિની જનતા સન્મુખ તેની પ્રશંસા થાય કે મનમાં થાય?