________________
(૨૭૯), પ્રશ્ન પ૮૩ - નિયાણું એટલે શું? સમાધાન-નિયાણું એટલે આત્મહિતકાર્યને શત્રુ. પ્રશ્ન પ૮૪–દીક્ષા લેનારાઓ કંટાળીને શું નિયાણ કરે છે?
સમાધાન-હા; સાધુ થનારાને ઘરના પ્રતિબંધમાંથી એટલું વેઠવું પડેલું હોય છે કે જેથી મરતી વખતે તેઓ નિયાણું કરે કે કુટુંબ ન હોય ત્યાં જન્મે, રિદ્ધિ સિદ્ધિ સંજોગે ન હોય ત્યાં જન્મે, કે જેથી નિર્વિને દીક્ષા લઈ શકું. આ નિયાણું કરવું તે પણ હિતાવહ તે નથી જ. પ્રભુ મહાવીર ભગવાન કહે છે કે-તે નિયાણું કરનારને ધાર્યો સંજોગ મળશે, પણ નિયાણાને લીધે તેને મેક્ષ તે તે ભવમાં નહિ જ મળે, કારણ કે તે નિયાણું મોક્ષને માટે નહિ, પણ દીક્ષા માટે કર્યું છે, અથત આત્મા ઉપર મજબુતી ન રહી પણ કુદરત ઉપર મજબુતી રાખવા માટે તેણે આ નિયાણું કર્યું.
પ્રશ્ન પ૮પ-સુલતાએ પુત્રની માગણી દેવ પાસે કરી એ અધટિત ખરું કે નહિ ?
સમાધાન–ના, કારણ કે એ વાત તમે અહરથી લાવ્યા છે. સમ્યકત્વની માગણીઓની રીતિ પણ અજબ હેાય છે. પ્રથમ દેવ હાજર થયે તે વખતે કહ્યું છે કે તારી પાસે આપવાની જે શક્તિ છે તેની મને ન્યૂનતા નથી, જે ન્યૂનતા છે તે આપવા તું શક્તિમાન નથી.
જ્યારે દેવે કીધું કે દેવદર્શન નિષ્ફળ ન હોય માટે કંઈક માગ ત્યારે પણું તેણે જણાવ્યું છે કે તેમના (મારા પતિના) સંતેષની ખાતર તું તારું કથન સફળ કર.
પ્રશ્ન પ૮૬– અનાદિ હોય અને છેડે ન હોય એ બને પણ અનાદિ હોય અને છેડે પણ હોય એ બને ખરું?