________________
( ર૦૮)
પ્રશ્ન પ૭૮–શિખામણ લાગે કેને?
સમાધાન–હદયમાં ધમસંબંધી લાગણી હોય તેવાઓને શિખામણ તરતજ લાગે છે.
પ્રશ્ન પ૭૯–વચન ને વિચારમાં ફેર છે?
સમાધાન–પાપસ્થાનકને રોજ વચન દ્વારાએ આલે છે છતાં પાપને પાપરૂપ માનવાના વિચારથી હજુ રંગાયા નથી. બે હજાર થયા, પાંચ હજાર થયા, દશ હજાર, વીસ હજાર, લાખ, બે લાખ થયા અગર થાય તે વખત પાપ વધ્યું, અગર પાપ વધે છે એમ લાગતું નથી; કારણ વચન–વિચારની સામ્યતાથી કે લાભ છે તે સમજાયું નથી અર્થાત્ આ બન્નેને યથાર્થ ફરક તપાસ્યો નથી.
પ્રશ્ન પ૮૦–પાપ બે પ્રકારનાં ક્યાં? સમાધાન–ઘાતી અને અઘાતી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ધાતી, અને તે સિવાયનાં બાકીનાં ચાર અઘાતી પાપ છે.
પ્રશ્ન પ૮૧ એ બે પાપની શક્તિ કેટલી?
સમાધાન–અઘાતી પાપે પુગલને પિક મૂકાવે છે પણ ઘાતી પાપે તે આત્માને પિક મૂકાવે છે.
પ્રશ્ન ૫૮૨–દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહ, અને અંતરાયરૂપ ચાર ઘાતી કર્મ અંશે પણ હિત કરતા નથી, પણ ચાર અઘાતી કર્મ કંઈક અંશે લાભ કરી દે છે એ શું?
સમાધાન–લાંબુ આયુષ્ય, ઉત્તમ સંઘયણ, ઉચ્ચગેત્રમાં ધમની સામગ્રી પામવાના સંજોગે થાય એ રીતે ચાર અઘાતી કર્મો કંઇક અંશે લાભદાયી છે, પણ ઘાતી તરફથી તે લેશ પણ લાભ નથી.