________________
. (૨૦૬) પ્રશ્ન ૫૭૫–સમ્યગદષ્ટિ, દેશવિરત પ્રતિમાધારીઓ ક્રોડપૂર્વ સુધી ચારિત્ર પાળવાવાળા જે નિર્જરા કરે તેના કરતાં અસંખ્યાતગુણ નિર્જરા સમ્યકત્વ પામતી વખતે હેય તે શું? ચોથે-પાંચમે-છઠ્ઠ ગુણ ઠાણે રહેલે જે કર્મ તેડે તેના કરતાં સમ્યકત્વ પામતી વખતે અસંખ્યાતગણું કામ તોડે એ શું? આ તે ચેથા-પાંચમા-છઠ્ઠા ગુણઠાણની મહત્વતા ઘટાડે છે એમ નથી સમજાતું ?
સમાધાન-દુનિયાદારીની અપેક્ષાએ સમજે એક દરિદ્રી મનુષ્ય છે કે જેને પૈસાનું શાક લાવવું હોય તે પાંચની પાસે તેને હરદમ આંસુ ઢાળવા પડે છે. તેવા દરિદ્રને ભાગ્યશાળી પરોપકારી મ, મળતાં તેણે પડો દેખાડ્યો અને ચોપડામાં રહેલી નજરે ન પડે તેવી એક લાખની રકમ બતાવી તે વખતે તે દરિદ્રીના હૃદયને ઉલ્લાસ તપાસો, જે કે તે ઉઘરાણી જશે, સામે માણસ આનાકાની કરશે, આનાકાની કરતી વખતે અને તે પછી દાવો કરવા પડશે, હુકમનામું થશે, બજવણી થશે, ત્યારે રૂપીઆ ઘર ભેગા થશે પણ તે બધા કાળમાં જે ઉલ્લાસ થાય તેના કરતાં લાખની રકમ નજરે પડે તે આનંદમાં મહાન ફરક છે, તેવી રીતે આત્મા દરિકી થઈ બેઠો છે, તે વખતે શાસ્ત્રકારોએ પડારૂપ શાસ્ત્રદ્વારાએ અમૂલ્ય વારસારૂપ વ્યક્તિગત રહેલું કેવલજ્ઞાનાદિ દેખાડ્યું તે વખતે સમ્યગદર્શન પામવાની અમોઘ પળ છે, અપૂર્વ દર્શનની અલૌકિકતા છે. આથી જ એ સિદ્ધ થયું કે સમ્યગદર્શન પામવાવાળાને, દેશવિરતિવાળા અને સર્વવિરતિવાળા કરતાં અસંખ્ય ગુણ નિજેરા સમ્યગદર્શન પામતી વખતે છે. આસામી સહર દેખ્યા પછી હક્કને વારસે વસુલ કરવામાં વિલંબ જર થતે નથી, તેવી રીતે સમ્યકત્વ શાસ્ત્રાધારે નક્કી થયા પછી આ આત્મા શાહુકાર છે તે પિતાને સર્વગુણમય અમેઘ વાર હસ્તગત કરશે તેમાં શંકાને સ્થાન નથી.
પ્રશ્ન પ૭–સમ્યકત્વ પામતી વખતે પ્રથમ મનોરથ કયા છે?