________________
(૨૦૫)
પ્રશ્ન ૫૭?—જો દેવદ્રવ્યની વ્યાખ્યા શાસ્ત્રાધારે જાણી શકવાથી શંકા ટળતી હાય તા તે વ્યાખ્યા જણાવવાની વિનંતી છે.
સમાધાન—જિનેશ્વરાની ભક્તિ, પૂજા, બહુમાન માટે આશાતના ટાળવા માટે, શરીરના અંગ ઉપાંગની રચના માટે, એકઠુ કરાતું દ્રવ્ય તે દેવદ્રવ્ય છે.
પ્રશ્ન ૫૭૩—સે સો વહિને એ પદના અર્થ શે ?
સમાધાન – તીર્થંકર નામકમના ઉદય કૈવલીપણામાં હાય છે એ ઉપરના શબ્દોના સ્પષ્ટ રીતે થતા અર્થ ઉપરથી જ જાણી શકાય છે.
પ્રશ્ન ૫૭૪– તીથ કર નામકર્મના ઉદય કૈવલીપણામાં છે તે પછી ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે વખતે . દેવેન્દ્રોએ તીથ કર માનીને સ્તવ્યા, વાંદ્યા અને પૂજ્યા, ઇન્દ્રાસને ચલાયમાન થયાં, જન્મ થયા બાદ પણ તીથ કર માનીને મેશિખર પર દેવદેવેન્દ્રોએ, ઇન્દ્રાણીઆએ, ભક્તિપુરસ્કર રનાત્રમહાત્સવાદ કર્યાં, લોકાંતિકાએ ધતીથ પ્રવર્તાવવા માટે ઉદ્દેષણા કરી, તીથંકર માનીને દીક્ષા મહાત્સવ દેવેન્દ્રોએ અને નરેન્દ્રોએ કર્યો વિગેરે બીનાએ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, અર્થાત્–ચ્યવનની શરૂઆતથી તીથ કર માનનારા પાંચ કલ્યાણક તરીકે આરાધનારા આપણે કેવલીપણામાં તીર્થંકર નામકમના ઉદય છે એ કેવી રીતે માની શકીએ ? અને જો તે વાત સાચી ઠરે તે। બાકીના ચ્યવન, જન્મ, દીક્ષા, આદિમાં તીથંકરપણું માની શકીએ કે નહિ ?
સમાધાન—શાસ્ત્રના આપેક્ષિક વચને વ્યવસ્થાપૂર્વકનાં છે તે સમજવાને માટે બુદ્ધિ ખચવી પડશે, ચ્યવનથી માંડીને બધા કલ્યાણકામાં તીથંકર નામક ના ઉદ્દય છે એ વાત પણ સાચી છે પરંતુ શાસ્ત્રકારને મુદ્દો એ છે કે ચ્યવનના કલ્યાણુકારી અવસરમાં પ્રકૃષ્ટ પુણ્યસંભારના ઉદય થાય છે અને તે પ્રબળ પુણ્યને સંપૂર્ણ ભાગવા ક્રેવલીપણામાં થાય છે અર્થાત્ તે મુદ્દાએ તી કર નામકમ બાંધ્યુ છે.