________________
(૨૧૪) તેઓને જ અનંતર કે પરંપરક આગમના આધારે જ ઉપદેશ દેવાને હેય છે. પરંપરાથી આવેલાં શાસ્ત્રીય (આગમ સંબંધી) જ્ઞાનને પરંપરાગમ કહેવાય છે, જેઓ પિતાની ગુરુપરંપરાને પરંપરાગમ જણાવે છે તેઓ પરંપરા અને પરંપરાગમન ભેદ સમજ્યા જ નથી.
પ્રશ્ન પ૯૭–હિંસાનાં સુપચ્ચખાણ અને હિંસાનાં પચ્ચખાણ એટલે શું?
સમાધાન- સાધુની અપેક્ષાએ આ જીવ છે, અને આ અજીવ છે, શ્રાવકની અપેક્ષાએ આ ત્રસ છે આ સ્થાવર છે એટલી સમજણ આવે અને પચ્ચખાણ કરે તે હિંસાના સુપચ્ચખાણ અને તે સમજણ સિવાયના પચ્ચખાણ તે દુપચ્ચખાણ કહેવાય.
પ્રશ્ન ૫૯૮–જગતમાં લેકે કહે છે કે કરશે તે ભગવશે” એ કહેવત જૈનસિદ્ધાન્તને શું અનુસરે છે?
સમાધાન-જૈન સિદ્ધાન્તની માન્યતા પ્રમાણે તે યોગની અપેક્ષાએ કરશે તે ભોગવશે, અને અવિરતિની અપેક્ષાએ, નહિ વિરમે તે પણ ભગવશે, અર્થાત-કરશે તે ભોગવશે તેના કરતાં એક અપેક્ષાએ નહિ વિરમનાર પણ અવિરત હેવાથી ભગવશે એટલે જેઓ અવિરતિનું સ્વરૂપ કે તેનાથી થતે કર્મબંધ ન માનતા હોય તેઓ કરશે તે જ ભગવશે એમ માની શકે, પણ જૈનશાસનની શ્રદ્ધાવાળાઓ અવિરતિનું સ્વરૂપ અને તેનાથી થતા કર્મબંધનેને માનતા હેઈ માત્ર કરશે તે ભગવશે એમ એકાંતે માની શકે જ નહિ, અધમ કંપનીના આંધળીયા શેર હેડરો ઘર બેસી રહે તે પણ તેમની આબરૂનું ભરબજારમાં લીલામ થાય, તેવી રીતે અવિરતિનું પાપ વગર કરે પણ ભેગવવું પડે છે. જેમ એક ગુમડું થયું–થયું તે સારું થયું એવું વિચાર્યું નથી. તે થાય, વધે અગર વધારવા સંબંધી વચન ઉચ્ચાર્યા નથી, તેમજ તેના અંગેની સામગ્રી મેળવવા માટે કાયાએ જુદે પ્રયત્ન કર્યો નથી છતાં શારીરિક