________________
(૨૦ નહિ અને જુઠી પણ નહિ એવી બેલાય છે માટે સાચી વાત બોલી નાખવી તે સામાન્યત: અશક્ય છે. સમવસરણસ્થ જીવના સર્વભાવ પ્રભુ જાણે છે છતાં તે બધા બેલી નાખે નહિ. આથી જુઠું બોલવાથી વિરમવું એ વ્રત રાખ્યું અર્થાત જુઠું બોલવું નહિ.
પ્રશ્ન પ૬૬–એક બાઈની પૂર્વાવસ્થા વ્યભિચારમાં ગયેલી છે, પણ ધર્મ પામ્યા પછી ગુરુ પાસે આલોચન લે છે, ત્યારબાદ રાકી પિશાક માટે સસરા પર ફરીયાદ માંડે છે એ ભરણ-પોષણ આપવાની બાબતમાંથી છટકી જવા માટે આલોચના દેનાર ગુરુને સાક્ષીમાં લાવે તે ગુરૂ સાક્ષીમાં શું બોલે ?
સમાધાન–બાઈની પૂર્વચન પુરા માહિતગાર છતાં ગુરુ કહી શકે કે મારા ધર્મના હિસાબે હું તે સંબંધમાં કહી શકતું નથી, અથત મૃષાવાદ વિરમણવ્રત હેવાથી જુઠું ન બોલવું પણ સાચું બોલી નાંખવું તે નથી, એ પણ આ દૃષ્ટાંતથી સાબિત થાય છે.
પ્રશ્ન પ૬૭ હિંસા કરવાથી ધર્મ થાય છે એમ માનીને જેઓ હિંસા કરે છે તેમનામાં અને ધર્મકાર્યો કરતાં જે હિંસા થઈ જાય છે તેવી હિંસા કરનારાઓમાં શું ફેર છે ? અને જે તેમની વચ્ચે ફેર હેય તે એ તફાવત કઈ રીતે છે?
સમાધાન–તમે જે બે પ્રકારે દર્શાવે છે તે બન્ને પ્રકારમાં આસમાન જમીનને ફેર છે. જેઓ ધર્મને માટે હિંસા કરે છે તેઓ તે એવી સમજણ ધરાવનારા છે કે જેમ હિંસા વધારે થાય છે તેમ વધારે ધર્મ થાય છે. ધર્મને માટે વરસમાં ઠરાવેલે દિવસે જેઓ ગાયે, બળદે, બકરાં, ઈત્યાદિ પ્રાણીઓને વધ કરે છે તેઓ એમ માને છે કે જેમ વધારે હિંસા થાય છે તેમ વધારે ધર્મ થાય છે. આવી માન્યતા રાખીને જેઓ હિંસા કરે છે તેઓ હિંસા પરત્વે લક્ષ રાખતા હોવાથી એ હિંસાને માટે તેઓ ભાગીદાર છે. હવે બીજો પ્રકાર વિચાર આચાર્ય