________________
(૨૦૨)
મહારાજ, સાધુમહારાજા, આવવાના હોય ત્યારે એ સમાચાર સાંભળીને સકલ સંધ તેમને લેવાને માટે જાય છે. એ પ્રસંગે પણ પગ તળે અળસીયાં, કંથુઆ, ઝીણું જીવ, કીડીઓ વિગેરે આવે છે, લીલી લીલેતરીને કચ્ચરઘાણ વળી જાય છે, કાચા પાણીને હિસાબ રહેતું નથી અને એ રીતે હિંસા થાય છે છતાં અહિં ધર્મ રહેલો છે. અહિં ધર્મ રહેવાનું કારણ એ છે કે અહિં જે હિંસા થાય છે તેમાં હિંસા કરવાનું લક્ષ્ય નથી પરંતુ લક્ષ્ય ધમનું જ છે, આજ કારણથી આ હિંસા અને ઈશ્વરને રાજી રાખવા થતી હિંસા એ બેને સરખી ગણી શકાય જ નહિ. જેઓ આ બંને પ્રકારની હિંસા સરખી માને છે તેઓ હિંસા શબ્દને પરમાર્થ (પરમ-અર્થ, ખરે અર્થ, મુખ્ય અર્થ, પરમાથે એટલે વાસ્તવિક અર્થ) સમજી શક્તા જ નથી. પહેલે વર્ગ સાફ સાફ રીતે એમ માને છે કે જેમ જેમ વધારે હિંસા તેમ તેમ ધર્મ વધારે, જેમ જેમ ઓછી હિંસા તેમ તેમ ધર્મ છે. બીજો પ્રકાર એ છે કે તેમનું હિંસા પરત્વે લક્ષ્ય નથી. દહેરે જવું, સાધુઓને વળાવવા જવું. વ્યાખ્યાન સાંભળવા જવું વગેરે કાર્યોમાં હિંસા થાય છે ખરી પરંતુ આ શાસનમાં ધર્મને અંગે હિંસાનું કર્તવ્ય નથી. ભગવાનની પ્રતિમાજીને જેમ વધારે ફૂલે ચઢાવ્યાં તેમ વધારે જીવો મરી ગયા માટે ત્યાં વધારે ધર્મ થયું છે એમ આ શાસન માનતું નથી. આથી જ ઉપર જણાવેલા બંને પ્રકારમાં ફેર છે, એ સિદ્ધ થાય છે.
પ્રશ્ન પ૬૮- સાધુ પદની વ્યાખ્યા કરતાં તમે જ્ઞાન અને ક્રિયા એ બેમાં ક્રિયા એટલે ચારિત્ર મુખ્ય છે એમ જણાવે છે અને એ માટે તમે નિર્યુક્તિકાર ભગવાનનું સૂત્ર બતાવે છે કે બાળદિ ણા' પરંતુ તેમાં મુખ્યતા ચારિત્રની છે એ શા ઉપરથી સાબિત કરે છે?
સમાધાન–સામાન્યતઃ એ સૂત્રને અર્થ તે એટલે જ નીકળશે કે ચારિત્ર અને જ્ઞાન ગુણમાં રહેલા સાધુ.’ પણ જો તમે એ સૂત્રના અર્થની ઉંડાણમાં ઉતરશે તે તમારી શંકાને તમે પોતે પણ ટાળી