________________
(૧૯)
પ્રશ્ન પ૫૮–પ્રભુપૂજા કરતી વખતે ભગવાનની પ્રતિમાના પૂજન માટે કુલે ન મળી શકે તે લવંગ ચઢાવી શકાય કે નહિ?
સમાધાનફુલ મેળવવા માટે વિશેષ ઉદ્યમ કરવો જ જોઈએ, પુરેપુરે શ્રમ લઈને, કરવી જોઈએ તેટલી સઘળી મહેનત લઇએ અને આપણા પ્રમાનું જરા પણ કારણ ન રાખીએ તે છતાં જે ફુલ નહિ જ મલી શકતા હોય તે પછી લવંગ ચઢાવી શકાય. એને અર્થ એ નથી કે ફુલ શોધવાને માટે આંખ આડા કાન કરીને લવંગ ચઢાવે જવા.
પ્રશ્ન પપ૯–કોઈ વ્યક્તિની જ્ઞાતિમાં અથવા કુલપરંપરામાં પુનર્લગ્નની પ્રથા છે અને તે છતાં વ્યક્તિ જૈન છે, માત્ર પૂર્વપરંપરાજ તે વ્યક્તિની જ્ઞાતિમાં પુનર્લગ્નની પ્રથા છે તો તે વ્યક્તિ (બને ) શ્રી જિનમંદિરમાં આવીને પૂજ, આંગી, સ્નાત્ર આદિ કરી શકે કે નહિ ?
સમાધાન–પૂજા, આંગી, સ્નાત્ર, આદિ કરી શકાય.
પ્રશ્ન પ૬૦–ઉપર જણાવેલી વ્યક્તિ સારી સ્થિતિની હેય એટલે કે તેની પાસે પૈસે-ટકે, ધન-સમ્પત્તિ ભરપૂર હોય અને તે પ્રભુજીને મુકુટ કુંડલ આદિ ભેટ ધરવા માગતા હોય તે એ ભેટ ધરી શકે ખરો કે નહિ ?
સમાધાન–ભેટ ધરી શકે છે.
પ્રશ્ન પ૬૧ ઉપર જણાવેલો માણસ જે કાંઈ ભેટ વિગેરે ધરે તે સંધના આગેવાનોએ સ્વીકારવી ખરી કે નહિ?
સમાધાન—ઉપર પ્રમાણે જણાવેલી ભેટ સ્વીકારવી ઘટિત છે અને તે સ્વીકારવામાં કઈ પણ જાતને દોષ લાગતું નથી.
પ્રશ્ન પર–રાતિ-બંધારણે અને ધાર્મિક બંધારણે એ બન્નેમાં મેળ ખરે કે નહિ ?