________________
(૧૯૭) સમાધાન–કોઈ મનુષ્ય લૌકિકફળની ઈચ્છા રાખીને લૌકિકફળે પામવા માટે જ સુદેવની આરાધના કરતે હોય તે તેને આપણે મિથ્યાત્વી કહી શકતા નથી. જો તેને તત્વની પ્રતીતી હોય અથવા તે સુદેવોને માનનારો હેય તે લૌકિકફળની ઈચ્છાપૂર્વકની તેની આરાધના એ દ્રવ્યક્રિયા ગણી શકાય, પણ મિથ્યાત્વ કહી શકાય નહિ.
પ્રશ્ન પપ૩–જ્ઞાન થયા પછી રાગ-દ્વેષ થાય તે એ જ્ઞાન તે જ્ઞાન જ નથી, વાસ્તવિક જ્ઞાન થાય તે એ જ્ઞાનનું એ પરિણામ આવવું જ જોઈએ કે વતન સુધરે, એને અર્થ શું ?
સમાધાન–એને અર્થ સમજ બહુ જ સરલ છે. જ્ઞાન એ ચીજ એવી છે કે ત્યાં રાગ અને દ્વેષ સંભવતા જ નથી. જેમ કેઈ માણસ પોતે હાથ વડે હિંસા કરી રહ્યો હોય અને મોઢે એમ કહે કે “હું જૈનધર્મને પાળનારો છું તે તેની અહિંસાવૃત્તિ તેનું પ્રત્યક્ષ કાર્ય કબુલ રાખી શકે નહિ, તે જ પ્રમાણે રાગ-દ્વેષ એ પ્રત્યક્ષ વસ્તુઓ જ્યાં હોય ત્યાં તેને જ્ઞાન કહી શકાય નહિ. પાણી પડવાથી તેનું સ્વભાવસિદ્ધ એ પરિણામ આવવું જ જોઈએ કે વૃક્ષ પ્રકૃહિલત થાય તે જ પ્રમાણે જ્ઞાનનું એ પરિણામ પણ થવાની જરૂર છે કે તેથી વર્તન સુધરે, સૂર્ય ઉગે અને પ્રકાશ ન પથરાય એ શક્ય નથી તેજ પ્રમાણે જ્ઞાન થાય અને કાર્યો ન સુધરે એ પણ શક્ય નથી.
પ્રશ્ન પ૫૪–અશક્તિ અથવા આસક્તિને લીધે જિનાજ્ઞા પ્રમાણેનું વર્તન ન થાય તે ભલે, પણ તેનાથી વિરૂદ્ધનું વર્તન તે ન જ થવું જોઈએ એમ આપશ્રીએ જણાવ્યું છે તે પછી એ જણાવવાની જરૂર છે કે શ્રાવકને માટે આજ્ઞાવિરૂદ્ધની કઈ કઈ વસ્તુઓ છે? અને તેનું ટુંકુ સ્વરૂપ શું ?
સમાધાનઆજ્ઞાનું આરાધક–વિરાધકપણું, જિનેશ્વર મહારાજે કહેલાં તત્ત્વોની શ્રદ્ધાને ભાવ અને તેના અભાવને અંગે છે, તેથી જ