________________
(૧૭૫)
સમાધાન–એનું કારણ કર્મ અજીર્ણના રોગીને દૂધપાક પણ અરૂચીકર લાગે છે માટે શું કઈ કહી શકશે કે દૂધપાક મીઠો નથી ? દીક્ષા યોગ્ય લાગતી હોય છતાં તે ન રૂચતી હોય તે તે એના દુષ્ટકર્મને જ પરિપાક સમજવો જોઈએ.
પ્રશ્ન ૫૦૫-આપ એમ કહે છે કે સોલ વર્ષ સુધીની ઉંમરમાં બાળકને વાલીઓની સંમતિપૂર્વક દીક્ષા આપી શકાય એ શાસ્ત્રાધારે છે. બીજા સાધુઓ તેથી વિપરીત વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, તે અમે જઈને એ સાધુઓને સમજાવીએ તેના કરતાં આપ સઘળા ભેગા થઈને જ એ બાબતમાં યોગ્ય નિકાલ શા માટે કરતા નથી?
સમાધાન–જે સાધુઓ મારા ઉપર જણાવેલા સિદ્ધાંતથી ઉલટી વાત કહેતા હોય તેને તમે જઇને મળે અને તેમને મારી પાસે લઈ આવો, અગર તેમની પાસેથી સમાધાન લાવ, બાકી મેં તો દરેક પ્રકારની દરેક વ્યક્તિને શંકા-સમાધાન માટે અહીં આવવાની સુચના કરી જ છે.
પ્રશ્ન પ૦૬–પરંતુ આપને એમ નથી લાગતું કે આ કાર્યમાં આપ બધા સાધુઓ તૈયાર છે ત્યારે જ એ કામ બની શકે?
સમાધાન–અમે તે દરેક પળે તયાર જ છીએ. પંન્યાસજી રામવિજયજીએ પણ વાટાઘાટ ચલાવીને અહીં સાથે બેસવાનો પિતાને નિર્ણય જાહેર કર્યો છે. હવે વસ્તુ એ છે કે જેઓ અમારાથી જુદા સિદ્ધાંત ધરાવતા હોય તેમણે નકામી નિંદા કિંવા વિરોધ ન કરતાં અહીં આવીને પોતાના સિદ્ધાંત અમેને સાબીત કરી આપવા જોઈએ અને અમારા સિદ્ધાંતનું તેમણે ખંડન કરી નાખવું જોઈએ. તે સિવાય નાહક આક્ષેપ કરી હું કલેશ વધારવા માંગતા નથીતો નીચેના બે મુદ્દાઓ સાબીત કરવા સર્વદા તૈયાર છું.”