________________
(૧૮૩) સમાધાન–વાંધો આવવાની વાત જ નથી, અહીં તે એ જ જેવાવું જોઈએ કે શાસે દીક્ષાની વય શી ઠરાવી છે ? શ્રી આચારાંગ વગેરે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સ્વતંત્ર રીતે વિહાર કરવા માટેની વયની મર્યાદા છે. પંચક૯પચૂર્ણ વગેરેમાં પણ સાફ સાફ રીતે જણાવેલું છે કે વયની મર્યાદા માટે એક અષ્ટક અને સ્વતંત્ર વિહાર માટે બે અષ્ટક છે હવે સ્વતંત્ર વિહારની મર્યાદા દીક્ષામાં લાગુ પાડવામાં આવે છે એમાં કેટલું સત્ય છે તે તમે જ જુઓ.
પ્રશ્ન પર૬ – કેટલાક કહે છે કે શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે બમણસંઘે ચાલવું જોઈએ એ કથન સર્વથા વ્યાજબી છે, પણ તેઓશ્રીના વર્તનનું અનુકરણ કરવાનું છે. એમ સમજવાનું નથી, એ માન્યતા શું સાચી છે ?
સમાધાન–જેઓ શ્રી જિનેશ્વર ભગવાનના વર્તનનું અનુકરણ કરવાને નિષેધ કરે છે, તેઓ શું જિનેશ્વર ભગવાનનું કથન અને વર્તન ભિન્ન છે એમ માને છે? જે ભગવાનનું કથન અને વર્તન ભિન્ન હોય અને તે બન્નેમાં ભગવાનનું વતન ઉત્તમ હોય તે શ્રી ભગવાનના વર્તનમાં અનુત્તમતા શી રીતે હોઈ શકે? અને ભગવાનનું વર્તન ઉત્તમ હોય તે શું જિનેશ્વર ભગવાનનું કથન ઉત્તમ નથી? અને કથન ઉત્તમ હોય છે એમ શું તેઓ માને છે? જો એમ માને તે તેમને એ જ નિશ્ચય કરવો પડે કે શુદ્ધમાર્ગને ઉત્પન્ન કરવામાં કે કહેવામાં કહેનારની કંઈ પણ જવાબદારી નથી, અને એમ માનીએ તે કુદેવ, કુગુરુ તરીકે મનાવેલી વ્યક્તિઓ શુદ્ધ ઉપદેશ આપે, એટલે તેઓને સુદેવ, સુગુરૂ તરીકે માનવામાં જૈનેને વધે નથી એમ માનવું પડે.
પ્રશ્ન પર૭– ભગવાનની કથણી અને કરણી બંને જ્યારે એક સરખાં હોય તે પછી ભગવાનના વર્તનના અનુકરણથી જ કલ્યાણની પ્રાપ્ત માનવી યોગ્ય હતી, પણ તેમ ન માનતાં શાસ્ત્રમાં સ્થાન સ્થાન