________________
(૧૮૨) રીતે દીક્ષા લે તે માટે વિરોધ કે વધે ગણવામાં આવ્યો નથી. જૈન ધર્મશાસ્ત્રમાં અને એનાજ સમકાલિન અજૈન ધર્મશાસ્ત્રોમાં એવા સેંકડે ઉદાહરણ છે કે જેમાં સેલ વર્ષ પછી સ્વતંત્ર રીતે મા–બાપની સંમતિ વિના પણ દીક્ષા અથવા સંન્યાસ લેવાય છે. આ ઉપરથી સાબીત થાય છે કે સેલ વર્ષની વય પછી દીક્ષા લેવી હોય તે તે દીક્ષાભિલાષી, એ દીક્ષા–કાર્યને માટે સ્વતંત્ર છે.
પ્રશ્ન પ૨૪-દીક્ષાનું શાસ્ત્રમાં નામના ગ્રંથમાં પાના ૪ ઉપર એમ લખ્યું છે કે ઉંમરનું પ્રમાણુ બંધ બેસતું કરવા માટે પૂર્વાચાર્યોએ દીક્ષાની વયની હદ સોલ વર્ષ ઉપરથી આઠ વર્ષ ઉપર આણી રાખી હતી. જે શાસ્ત્રકારે દીક્ષાની વય ઘટાડી હતી તે પછી આજે આપણે તેમાં ઉમેરે શા માટે નજ કરી શકીએ?
સમાધાન–તમે તે મારું કામ પણ પાર પાડી આપ્યું એ વધારે સારું થયું છે. તમે કહે છે કે શાસ્ત્રકારોએ દીક્ષાની હદ સેલ ઉપરથી આઠની કરી હતી. એ ઉપરથી એ વાત તે તમે પણ સ્વીકાર છે કે દીક્ષાની વય આઠ વર્ષની છે એવું માત્ર અમેજ ગમ્યું મારતા નથી પરંતુ શાસ્ત્રજ દીક્ષાની વય આઠની ઠરાવી છે. હવે તમારા પ્રશ્નને ઉત્તર સાંભળ-શાએ ૧૬ વર્ષ ઉપરથી ઘટાડીને દીક્ષાની હદ આઠ વર્ષની રાખી છે એ વાત જ ખોટી છે. છતાં માની લે કે તમે કહે છે તે સાચું હોય તે શું થાય છે તેને હવે વિચાર કરે. પરીક્ષાની ઉંમરની હદ કણ કેર યુનિવર્સિટિ કે તમે પોતે ? પરીક્ષાની ઉંમરની હદ કરાવવાનો અધિકાર જેમ યુનિવર્સિટિને છે તે જ પ્રમાણે જે પૂર્વધરોએ દીક્ષાની હદ ઠરાવી હોય તેમાં ફેરફાર કરવાનો અધિકાર પણ તેમને જ પહેચે છે આપણને નહિ જ.
પ્રશ્ન પર૫– જિનકલ્પમાં ૧૬ વર્ષ સુધી અવ્યક્ત ગ છે.' તે પછી દીક્ષાની વય પણ ૧૬ વર્ષની રાખવામાં આવે તે શું વાંધો છે?