________________
(૧૭૭) માટે સાધુઓને પ્રાયશ્ચિત કરવાનું જણાવ્યું હોય તો તે પાઠ શોધી આપો. કેઈ શાસ્ત્રમાંથી આ પાઠ શોધી આપશે અને તે પાઠ નિરપવાદ હશે, તો તે જ ક્ષણે હું મારા સિદ્ધાંત પડતા મૂકીશ,
પ્રશ્ન ૫૦૦-આપે જે બાલદીક્ષા આપી છે તે સધળી મા-બાપ અને વાલીઓની સંમતિપૂર્વક અપાએલી છે?
સમાધાન–હા, અને તેના પુરાવા માટે કેટલાક સાધુઓ પણ અત્રે બેઠેલા જ છે.
પ્રશ્ન પ૧૦–તે મહેરબાની કરીને એ સંમતિના દસ્તાવેજો રજુ કરશો ?
સમાધાન–આ પરિસ્થિતિ માટે દસ્તાવેજ કરવાની કે મા-બાપની લેખી સંમતિ લેવાની જરૂર નથી. શાસ્ત્રકારોએ લેખિત સંમતિ લેવાનું ઠરાવ્યું હેત તે તેમ કરતાંએ અમને વાંધો ન હતો, પણ તેમણે તેમ કરાવ્યું નથી અને જે રીતે તેમણે શાસ્ત્રકારોએ) સંમતિ લેવાનું ઠરાવ્યું છે તે રીતે તે અમે સંમતિ લઈએ છીએ.
પ્રશ્ન પ૧ એક માણસે દીક્ષા લીધી, તે પછી તેની સ્ત્રી પતિવિરહથી વ્યભિચાર કરે, અને મા-બાપ પિષણ કરનારાના અભાવે લૂંટફાટ કરે તે એ દુષ્કર્મને બંધ દીક્ષા લેનારાને પણ લાગે ખરે જ ને?
સમાધાન–ઉત્તર સહેલું છે. ધારે કે એક માણસ આજે પણ છે, કાલે ખૂન કરે છે, પરમ દિવસે સજા થાય છે અને ક્રમશઃ ફાંસીએ જાય છે. આ વ્યક્તિની પત્ની દુરાચાર સેવે અને તેના મા-બાપ લૂંટ કરી પિતાનું ગુજરાન ચલાવે છે તે એ પાપને બંધ કે તે ગુનેહગારી સરકારને માનશો કે ખૂન કરનારને?
પ્રશ્ન પાર–નસીબમાં હેય તેમજ થાય ?