________________
( ૧૭ )
કરે તે તેની પાછળ રહેલા કુટુંબીઓએ પણ શા માટે એ દુખ આનંદપૂર્વક ન વેઠવું?
પ્રશ્ન પ૧૪–માબાપે દીક્ષા લેવા માટે ના કહેતા હોય તે સંતાનેએ શું કરવું? શું તેમના ઉપરવટ થઈને પણ દીક્ષા લેવી ?
સમાધાન–બાપ છોકરાને એમ કહે કે અમુક શેઠના ઘરમાં દિવાનખાનામાં ફલાણું કબાટમાં સેનાની લગડી મૂકી છે તે ધીમે રહીને ઉઠાવી લાવ. બેલે હવે મા–બાપની આજ્ઞા છોકરાએ માનવી કે નહિ માનવી ? મા-બાપની આજ્ઞા છોકરાએ માનવી એ પ્રમાણ પણ આજ્ઞા તેજ છે કે જેમાં પવિત્રતા છે. અપવિત્ર આશા એ આજ્ઞાજ નથી એટલે તેવી અપવિત્ર આજ્ઞા માનવાને છોકરાઓ બંધાએલા નથી. બાપે ચેરી કરવાની આજ્ઞા કરી, પરંતુ એ આજ્ઞા હિત કરનારી નથી માટે સંતાને તે ન પાળવી; તે જ પ્રમાણે મા-આપની દીક્ષા ન લેવાની આજ્ઞા હોય છતાં પણ તે આજ્ઞા પવિત્ર-આજ્ઞા નથી માટે બાળકે તે ન પાળે એમાં કશું જ ખોટું નથી શાચ્ચે જણાવેલી ઉંમરે બાળક મા-બાપની આજ્ઞા ન હોય છતાં દીક્ષા લે એ પ્રમાણ છે.
પ્રશ્ન પ૧૫–દલીલ ખાતર એવું માને કે ચોરી કરવાની આજ્ઞા તે બાપની આશા છે એમ માની છેકરાએ પાળવી, અને તેથી ઉપજતા દુઃખ સહન કરી લેવા એ શું યોગ્ય છે?
સમાધાન-નીતિની દષ્ટિએ તમે કેને ઉત્તમ ગણશે? મા-બાપની આશાએ ચેરી કરનાર સંતાનને કે ન કરનાર સંતાનને અર્થાત આજ્ઞા ન પાળી ચોરી ન કરનાર સારો છે એમ કબુલવું જ પડે છે.
પ્રશ્ન ૫૧૬–શું આજ્ઞા ઉથાપીને પણ ચોરી ન કરી ગુનોહ તે બંધ કરે તે શું ઉત્તમ ન કહેવાય ?
સમાધાન-હા, ઉત્તમ કહેવાય. જેમ ત્યાં ચોરી ન કરીને વડીલેની આજ્ઞાને ઉથાપનારે ઉત્તમ છે, તે જ પ્રમાણે અહીં પણ પાપ