________________
(૧૭૬) (૧) સોલ વર્ષની ઉમર સુધીના મા-બાપ કિંવા વાલીની રજા સાથેની દીક્ષા શાસ્ત્રીય છે અને (૨) સેલ વર્ષ થયા પછી કેદની પણ રજા વિનાની દીક્ષા શાસ્ત્રીય છે.
પ્રશ્ન પ૦૭-આપ સાધુ છે અને સાધુતાનું પોષણ કરે છે તેમ અમે ગૃહસ્થ છીએ અને સામાજિક હિતની દૃષ્ટિએ આજન્મ સગાં સ્નેહીઓની રજા દીક્ષા માટે આવશ્યક માનીએ છીએ તે પછી આ માન્યતામાં આપ સાચા હે તે અમે પણ શા માટે સાચા નથી ?
સમાધાન–જો એમજ હોય તે દીક્ષાવિરોધીઓએ એમ ખુલ્લું કહી દેવું જોઈએ કે અમે તે અમારા સામાજિક સ્વાર્થ માટે દીક્ષાને તથા બાલદીક્ષાને વિરોધ કરીએ છીએ; બાકી શાસ્ત્રાધારે તે અમારી વાત સત્તર આના ખોટી છે, જેઓ એમ ખુલ્લું કહી દે છે તેમની સાથે કાંઈ દલીલ કરવાની રહેતી જ નથી.
પ્રશ્ન ૫૦૮-નવજીવન-પ્રકાશનમંદિરે જે “મહાવીર–ચરિત્ર' બહાર પાડ્યું છે તેમાં અનેક સ્થળે દીક્ષાઓ થયાને ઉલ્લેખ આવેલ છે પરંતુ તે સઘળી દીક્ષાઓમાં સંમતિ લેવામાં આવી છે, તે પછી આજે શા માટે સંમતિ ન લેવાવી જોઈએ?
સમાધાન-સંમતિ ન લેવી જોઈએ એમ આજે પણ કોઈ કહેતું જ નથી. અમારું કહેવાનું છે એટલું જ છે કે સગીરની ઈચ્છા અને સગીરના વાલીની રજાએ સગીર દીક્ષા લઈ શકે છે, અને બીન સગીરની ઇચછાએ તેના સગાં-સંબંધીની રજા હે કિંવા ન તે પણ તે એ દીક્ષા લઈ શકે છે. તમને એથી ઉલટું કહેનારને પૂછજો કે– સોલ વર્ષની અંદરના સગીરની અને વાલીની ઈચ્છા વડે જે દીક્ષા અપાએલી હોય તે દીક્ષા માટે અને સેલ વર્ષ પછી સ્વેચ્છાએ પણ સગા-સંબંધીની રજ વિના અપાએલ દીક્ષાને શાત્રે જૈનમત-વિધિની દીક્ષા ગણી હોય અને તેવા કાર્ય