________________
(૧૭૪)
પ્રશ્ન પ૦૨-માંસ મદિરા નથી આપવામાં આવતાં તેનું કારણ તે એ છે કે તે નીતિ-વિરૂદ્ધ છે, ને તેથી તે બાળકને નથી આપવામાં આવતાં તે ઉપકાર છે એમ કહું તે તેને આપની પાસે છે. ઉત્તર છે ?
સમાધાન-નીતિવિરૂદ્ધ છે એમ કે માને છે? ફક્ત હિંદુઓ. મુસલમાન, પારસીઓ, પ્રીતિઓ એને નીતિ-વિરૂદ્ધ નથી માનતા, ત્યારે શું તેમની દષ્ટિએ પણ એમ ઠરે ખરું કે તમે એ વસ્તુઓ બાળકને નથી આપતા તેથી તેમની બાલબુદ્ધિને ગેરલાભ લ્યો છે ? નહિ જ.
પ્રશ્ન ૫૦૩માંસ મદિરા તે સામાન્યવસ્તુ છે પણ દીક્ષા તે સર્વોત્તમ વસ્તુ છે તે પછી તેના સંબંધ વિચાર થ જોઈએ ને ?
સમાધાન–શાસ્ત્રાધારે થવો જોઈએ તે પ્રમાણે થાય છે. બાળક સેનું શું છે? તેની શી કિંમત છે? તે શા ઉપયોગમાં લેવાય છે તે જાણતો નથી, છતાં મા-બાપ શામાટે બાળકને સુવર્ણના આભૂષણો આપે છે? તેજ રીતે દીક્ષા એ સર્વોત્તમ ચીજ છે એમ માનીને એ ચીજ બાળકને આપતા હોય તે તેમના ઉપર એ આક્ષેપ કેવી રીતે મૂકી શકાય કે તેઓ બાલબુદ્ધિનો ગેરલાભ લે છે. વળી બીજે દાખલ . એક શ્રીમંત બાપનું બાળક છે તેના હાથમાં સેનાની બહુમૂલ્યવાળી પહોંચી છે. તે બાળક સેનું શું છે? તેનું વજન કેટલું છે ? ઇત્યાદિ કાંઇપણ વિગત જાણતા નથી તે હવે એ બાળક તે ચીજની મહત્તા નથી જાણતે માટે આપણે શું તે ચીજ ખુંચવી લઈ શકીશું? નહિં જ. તેજ પ્રમાણે બાળકનો આત્મા એ કિંમતી ચીજ છે. બાળકને એ આત્માની મહત્તા ન હોય તે પણ એ આત્માનું કલ્યાણ થાય એમ કરવાની જ મા-બાપની ફરજ છે, નહિ કે અન્યથા વર્તવાની.
પ્રશ્ન પ૦૪–આપે જે ઉદાહરણે અને ઉત્તર આપેલા છે તે સધળા યુક્તિસંગત છે પરંતુ તે છતાં દીક્ષા ગમતી નથી એનું શું કારણ?