________________
(૧૭૨).
છે અને શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા છે, તેઓ પણ એમ તે કહે જ છે કે જગતમાં જે કાંઈ મેળવીએ છીએ તે સઘળું ત્યાગવા યોગ્ય છે ત્યાગવા
ગ્ય છે એમ મુખથી તે કહે છે પરંતુ ત્યાગી શક્તા નથી, આમ થવાનું કારણ એ છે કે જગતને ત્યાગવા યોગ્ય માનવા છતાં તેઓ માલ, સ્ત્રી, ધન, ધામ વગેરેના બંધનમાં પુરાએલા હોવાથી તેઓ તે છેડી શકતા નથી, ત્યારે બીજી તરફ બાલકને કાંઈ બંધન જ હેતું નથી એટલે તેમને માયાની જાળમાંથી છૂટા થવામાં કશી પણ મુશ્કેલી નડતી નથી.
પ્રશ્ન પ૦૦—આપનું કથન હવે અમને પણ પ્રમાણભૂત જેવું લાગે છે ખરું, પરંતુ ઉપરનાં ઉત્તરમાં આપે જે વાત ચચી છે તે ધટના ઉદાહરણ આપીને સમજાવી શકશે?
સમાધાન–હા જુઓ-કલ્પના કરે કે એક સુંદર વાડી છે. વાડીમાં ગયે વાછરડાં અને બકરીઓ છે. ગાય મેટી હોવાથી તેમને ખીલે બાંધી રાખેલી છે. વાછરડાં તથા બકરીઓને છૂટી રાખવામાં આવી છે. હવે અકસ્માત તે વાડીમાં આગ લાગે છે અને બધા ઢોરો નાસભાગ કરવા માંડે છે. આ નાસભાગમાં જેમને ગળે દોરડાં બાંધેલા છે તે ગાયે નાસી જઈ શકવાની નથી અને વાછરડાં ને બકરીઓ કે જેમને ગળે દોરડા બાંધ્યા નથી તે સહેલાઈથી નાસી જઈ શકે છે. ગાયે નથી નાસી જઈ શકતી એને અર્થ શું એમ કરવો યુક્ત છે કે તેઓ આગ લાગી છે, એ ઈષ્ટ માને છે. અને તેમને બળીને મરી જવું ગમે છે? નહિ જ. આગમાંથી ભાગી જવાની ઇતેજારી તે તેમનીએ પુરેપુરી છે, પરંતુ તેઓને બંધન હેવાથી તે છૂટી જઈ શકતી નથી. જ્યારે વાછરડાંને બકરીઓ બંધન ન હોવાથી છૂટી જઈ શકે છે. એ જ ન્યાયે મેટા માણસો પણ સંસારજાળમાંથી છૂટવા તે માંગે જ છે, પરંતુ તેઓ ખીલે બંધાએલાની માફક માયાથી બંધાયેલ હોવાથી નાસી જઈ શકતા નથી. જ્યારે બાલકે છૂટા હેવાથી તેઓ વહેલા છૂટી જઈ શકે છે. આ ઉપરથી પણ એ જ અનુમાન નીકળે છે કે બંધન તેડીને