________________
(૧૭)
છૂટા થવા કરતાં જેમને એવા બંધને નથી તેમને છૂટા થવામાં જ વધારે સરળતા રહેલી છે.
પ્રશ્ન ૫૦–દીક્ષા એ ઉત્તમ ચીજ છે તે પછી મા–બાપ શા માટે પોતેજ દીક્ષા લઈ લેતા નથી અને નાના છોક્રરાઓનેજ શા માટે એ દીક્ષા અપાવે છે? આ સંગમાં શું બલબુદ્ધિને ગેરલાભ લેવા હેય તેમ લાગતું નથી ?
સમાધાન–પોતે સારી સ્થિતિને ન મેળવી શકતા હોય તે બાળકને પણ સારી સ્થિતિ ન મેળવવા દેવી એ મા–બાપનું કર્તવ્ય છે કે બાળકને સારી સ્થિતિ મેળવાવી આપવી એ મા-બાપનું કર્તવ્ય છે તેને તમે જ વિચાર કરે. ઉદાહરણ : એક મકાનમાં મા-બાપ અને બાળક સૂતાં છે. મધ્ય રાત્રિને સમય છે અને ભયંકર આગ સળગે છે. આગથી ઘરને એક ભારવટીયે તૂટી પડે છે અને બાપને પગ તેથી ભાંગી જાય છે, ખ્યાલ કરે. પગ ભાંગી જવાથી બાપ બળતાં ઘરમાંથી બહાર નીકળી જઈ શકતા નથી. આ સ્થિતિમાં તેણે બૂમાબૂમ કરીને છોકરાઓને ઘરની બહાર કાઢવા જોઈએ કે તેમને પણ બળી જવા દેવા જોઈએ? મા–બાપ એમ માને છે કે દીક્ષા એ સારી ચીજ છે અને તેથી જ તેઓ પિતે એ સારી ચીજને નથી અપનાવી શકતા. છતાં બાળકોને તે ચીજ લેવાને માર્ગે દોરે છે. બાળકોની બુદ્ધિને દૂરૂપયોગ થયે છે એમ તે ક્યારે કહી શકાય કે દીક્ષા એ ખરાબ ચીજ છે એમ સાબીત થયું હોય, પણ એવી સાબીતીની ગેરહાજરીમાં બાળકોને દીક્ષા અપાવવા છતાં પોતે દીક્ષા ન લેનારાને તમે દોષ આપી શકે તેમ નથી. તમે તમારા છોકરાને માંસ મદિરા જેવા અયોગ્ય પદાર્થો નથી આપતા, તે તે વડે શું છોકરાઓ ઉપર ઉપકાર કરતા નથી? એમ કેમ કહેવાય કે તેમની બાલબુદ્ધિને ગેરલાભ લે છે ? તમે પોતે બીડી પીઓ છે પણ બાળકોને નથી પાતા તે શું બાલબુદ્ધિને ગેરલાભ લે છે કે બાળકો ઉપર ઉપકાર કરે છે ?