________________
(૧૬૭)
પ્રશ્ન ૪૨–કયા શાસ્ત્રમાં આ પ્રમાણે છે તેનું પ્રમાણ આપી શકે ખરા કે ?
સમાધાન–શા માટે નહિ? આચારાંગસૂત્ર પુષ્ટ ૨૧૩ (અહીં આચાર્ય મહારાજે પુસ્તકનો પાઠ કાઢી અર્થ સમજાવ્યો હત) આ પ્રમાણે તે જે (ધાર્મિક ઠરાવેલા સાહિત્ય) ભણેલો હોય અને સલ વર્ષને હેય તેને સમુદાય લઈને સ્વતંત્રપણે વિહાર કરવાની આજ્ઞા આપી છે, તે પછી તેવાઓની દીક્ષા ક્યારે થાય, તેને તમે જ વિચાર કરે.
પ્રશ્ન ૪૯૩–વ્યવહારિક કાર્યોમાં પણ સોલ વર્ષ સુધીનાને તે બાલક જ ગણવામાં આવે છે, તે પછી દીક્ષા જેવા મહાન કાર્યમાં પણ સેલ વર્ષને બાલક તે બાલક નહિ ગણાય ?
સમાધાન-દીક્ષા શા માટે છે? તેને વિચાર કરે. દીક્ષા એ સંસારમાં અથવા પાપમાં પડવા માટે છે કે તેનાથી પાછા હઠવા માટે છે?
દુનીયા તે પાપમાં ટેવાએલી છે. એટલે તેને પાપ છોડવું એ અઘરું લાગે, પણ તે જ સ્થિતિ જૈનેના બાળકની નથી. જૈનને નાનું બાળક હોય તે પણ આયંબીલ ઉપવાસાદિ કરી શકે છે. જ્યારે અન્ય જાતિના વૃદ્ધોને જૈનપદ્ધતિને એક ઉપવાસ કરે પણ ભારે પડે છે. તે જ રીતે જૈનના બાલકને પાપને ત્યાગ કરવો એમાં કઠણુ છે? વળી વ્યાવહારિકકાર્યોમાં પણ સોલ વર્ષ સુધીનાને બાલક ગણવામાં આવ્યો છે, તે છતાં મા-બાપની સંમતિથી એ વ્યવહાર કરી શકે છે ને ! દુનિયાદારીમાં પણ સ્વતંત્રપણે વ્યવહારને માટે અધિકારી ગ નથી પણ મા-બાપની સંમતિથી ગણેલ છે. વેદાંતીઓમાં પણ જુઓ: મા-બાપની ઈચ્છા છેકરાને વેદપારગામી બનાવવાની હોય તે તે ઈચ્છા છોકરાની પણ ગણી લેવામાં આવે છે અને તેથી તે જોઈ માટે ગર્ભપંચમ રાખવામાં આવ્યું છે. છોકરા-છોકરીના વિવાહ-લગ્ન થાય છે, તેમાં પણ મા-બાપની ઈચ્છાથી જ થાય છે. દત્તક અપાય છે તે પણ મા–બાપની