________________
(૧૬૬)
અભિષેકમાં જળની અલ્પતા ઉપર ખ્યાલ નહીં રાખવાને હેવાથી પ્રાસુકતાના અન્વેષણને સ્થાન નથી.
પ્રશ્ન ૪૯૦–અપાવરણના અભિગ્રહથી શું સમજવું ?
સમાધાન–વસ્ત્ર કે કામળી કંઈપણુઓઢવા પહેરવાને ન રાખતાં, તે ન રાખવાનું કે તે ન વાપરવાને અભિગ્રહ કરે; તેનું નામ અપાવરણ અભિગ્રહ કહેવાય છે
પ્રશ્ન ૪૯૧–દીક્ષા માટે બાલક અયોગ્ય છે અને મનુષ્ય સેલ વર્ષ સુધી બાલક છે, એવું શાસ્ત્રમાં જણાવેલું કહેવાય છે; તે પછી તમે શા માટે એ શાસ્ત્રને માન આપતા નથી ?
સમાધાન–જેઓ એમ કહેતા હોય કે શાસ્ત્રોમાં સેલ વર્ષ સુધીનાને બાલક ગણેલે છે, તેઓ કાં તે શાસ્ત્રો જાણતા નથી અને જે શાસ્ત્રો જાણતા હોય તે જાણીને જુઠું બોલે છે. કેઈ પણ જૈનશાસ્ત્રમાં સેલ વર્ષ સુધીને મનુષ્ય બાલક છે અને તેથી તે દીક્ષાને માટે નાલાયક છે એમ કહ્યું હોય તે તેવો પાઠ જાહેર કરવાની હું ચેલેંજ આપું છું. પ્રવચનસારોદ્ધાર, નિશીથચૂર્ણ–ભાષ્ય આચાર– દિનકર, ગુરૂતત્ત્વ-વિનિશ્ચય, પંચવસ્તુ અને બીજી અનેક જગા ઉપર સ્પષ્ટ રીતે જણાવેલું છે કે-દીક્ષા માટે આઠ વર્ષની અંદર બાલક તે જ બાલાક છે અને તેમાંજ બાલદેષ જણાવાયું છે. સીત્તેર વર્ષનો ડસે પિતાના પચાસ વર્ષના છોકરાને બાલક કહે, તેથી કાંઈ પચાસ વર્ષને પુરૂષ બાલક ગણતું નથી. શાસ્ત્રની મર્યાદા પ્રમાણે શ્રત ભણેલે હેય પણ સોલ વર્ષને નહિ હોય, તે તેને શા સ્વતંત્રપણે સમુદાય લઈને વિહાર કરવાની આજ્ઞા આપી નથી. એટલે સોલ વર્ષ અને આચાર– પ્રાલ્પ ભણેલા માટે વિહારની વિધિ રાખી છે. અર્થાત તેથી સેલ વર્ષનો બાલક કહેવાય તેવું કઈ પણ જગે પર નથી.