________________
(૧૬૮)
ઇચ્છાથી જ અપાય છે. તે પછી આઠથી સોળ વર્ષના બાળકને પણ શા માટે માબાપની સંમતિથી દીક્ષા ન આપી શકાય? દત્તકમાં તે આખી જીંદગીની જોખમદારી છે, અરે જીંદગીને વીમે છે, તે છતાં તે મા–બાપની મંજુરીથી જ થાય છે ને ?
પ્રશ્ન ૪૯૪–પણ હવે તે તેમાં ફેરફાર થાય છે ને આ સુધારાના કાળમાં શું સુધારે નહિ થાય ?
સમાધાન-તમેજ બતાવો કે સુધારે ક્યાં થયે છે? આજ વડોદરાની વાત . મહારાજા સયાજીરાવને શ્રીમતી યમુનાબાઈ, એમણે દત્તક લીધા. તે ના. સયાજીરાવે અને બ્રિટીશ સત્તાએ પણ કબુલ રાખ્યું જ ને? વિવાહની વાત . માબાપ વિવાહ કરે તે શું સરકાર માન્ય નથી રાખતી? મતલબ કે–સેલ વર્ષની અંદરના બાલને વ્યવહાર તેમની મરજી અને મા-બાપની સંમતિથી ચાલી શકે છે.
પ્રશ્ન ૪૯પ-દત્તક અને સાધુ બંને સરખાં છે?
સમાધાન–દત્તક્ષણ કરતાં તે સાધુપણું એ ઉલટું સહેલી વસ્તુ છે. સગીરપણાનું એટલે સગીરનું તે દત્તકપણુમાં બેશક અહિત જ થાય છે પચાસ લાખની પિતાની મિલકત હોય એવા કુટુંબને છેક દત્તક તરીકે જાય અને ત્યાં મિત ઓછી હોય તે તે સગીરનું નુકશાન જ છે, જ્યારે સાધુપણામાં તેવું કાંઈ નથી.
પ્રશ્ન ૪૯૬–પણ આવા કોઈ દાખલાઓ તમે આપી શકશે? વળી બાલકને સાધુ બનાવવામાં વાલીની પરવાનગી યોગ્ય છે?
સમાધાન–હા, ભાઈને વંશ વગેરે રાખવા ખાતર આવા દાખલાઓ મારવાડ મેવાડાદિ દેશમાં ઘણું બને છે. ગુજરાતમાં તેવા દાખલા નથી બનતા એટલે તમને અહીં નવાઈ લાગતી હશે. દત્તક એ સંસારી વિધાન છે. તે છતાં દત્તક ગએલાને સઘળા હક્કો છેડવા પડે