________________
(૧૦૨)
પ્રશ્ન ૨૯૦-કેવલી ભગવન્ત સમવસરણમાં પ્રભુને વંદન કરતા નથી છતાં પ્રદક્ષિણા ફરે તેનું કારણ શું?
સમાધાન–જેમ તીર્થંકર મહારાજા ધર્મપીને પ્રદક્ષિણા કરીને સિંહાસન ઉપર બેસે છે તેમ કેવલી ભગવંતે પણ માત્ર રીતિને માન આપવાને જ ભગવાન જેમાં બિરાજમાન છે તે ધર્મપીઠને પ્રદક્ષિણ કરીને સમવસરણમાં બેસે છે.
પ્રશ્ન ૨૯૧–તે કેવલ ભગવતે શું સાંભળવા આવે છે?
સમાધાન-કેવલિ ભગવતે સમવસરણમાં કંઈ સાંભળવા આવતા નથી, કારણ કે તે ભગવંતે પણ શ્રી જિનેશ્વર મહારાજની માફક જ્ઞાનપૂર્ણ અને અતીન્દ્રિય છે. માત્ર કલ્પ તરીકે તેઓનું સમવસરણમાં આવવું અને બેસવું વિગેરે થાય છે.
પ્રશ્ન ૨૯૨–સમવસરણની રચનાભૂમિથી કેટલેક દૂરથી સાધુઓ આવે અને આવે તે ફરજીઆત કે મરજીઆત?
સમાધાન–શ્રી જીનેશ્વર મહારાજના વખતમાં સામાન્ય વિહારક્રમ બાર એજનનો ગણતે હેવાથી સમવસરણભૂમિથી બાર એજનની અંદર રહેલા સાધુઓને જે પહેલાં સમવસરણમાં ન આવ્યા હોય તે ફરજીઆત આવવાનું હોય છે; ને તેમ છતાં ન આવે તે પ્રાયશ્ચિત્ત જણાવેલ છે. પહેલાં આવેલા કે તે ઉમંગથી જ આવે. તેમાં પ્રાયશ્ચિત્તને સ્થાન ન હોય તેમાં નવાઈ નથી.
પ્રશ્ન ર૯૭–ગર્ભાપહારની વાત દિગંબર કેમ માનતા નથી?
સમાધાન-દિગંબરો ચાલુ આગમને જ માનતાં નથી તે એ એક ગર્ભાપહારની વાત ન માને તેમાં નવાઈ નથી.
પ્રશ્ન ર૯૪–રિવાજ અગર રૂઢીની અગ્યતા એ શું વસ્તુના વાસ્તવિકસ્વરૂપને અગ્યતાના સ્વરૂપમાં સ્પર્શન કરતી નથી?