________________
(૧૨૬)
પ્રકૃતિમાં પણ નુકશાન કરે છે. જીવ જ્યારે દુઃખ ભોગવવાને તૈયાર થાય ત્યારે કર્મની અશુભ પ્રકૃતિ તેડે છે. તેથી દિન પ્રતિદિન તે હલકે થાય.
૩પ૧-દીવસ કેટલી ઘડી ચઢ્યો અથવા કેટલી ઘડી બાકી રહ્યો એવું જૈનશાસ્ત્રમાં ક્યાંઈ વિધાન છે ?
સમાધાન-યતિદિનચર્યા નામના ગ્રન્થમાં સાધુઓએ પિરિસિ ક્યારે ભણાવવી વિગેરે અધિકાર જ્યાં ચાલ્યો છે ત્યાં જણાવ્યું છે કે પિતાના શરીરની છાયા પગલાંથી માપવી તે જેટલાં પગલાં થાય તેમાં સાતની સંખ્યા ઉમેરવી, આવેલા સરવાળાની સંખ્યા વડે ૨૮૯ ને ભાગવા, આવેલા ભાગાકારમાંથી બે બાદ કરી, તે બાદબાકીના અર્ધા કરવા તે જે સંખ્યા આવે તેટલી ઘડી દીવસ ચઢ્યો અને બપોર પછી તેટલી ઘડી દીવસ બાકી રહ્યો એમ સમજવું
ઉદાહરણ-છાયાના માપના ૧૦૭–૧૭, ૨૮૯ : ૧૭=૧૭– ૨=૧૫=અર્ધ-ળા માટે છા ઘડી એટલે ત્રણ કલાક ભાગાકારમાં વધેલી શેષ તે પળો સમજવી. એક મીનીટની પળે રાા (અઢી) થાય છે.
પ્રશ્ન ૩૫૨– પદાર્થની ઉત્તમતા હોય તે પછી દષ્ટાન્તની આવશ્યકતા શી ?
સમાધાન-દષ્ટાન્ત દ્વારા ઉત્તમ પદાર્થોની જે અસર થાય છે તે અસર પદાર્થની ગમે તેટલી ઉત્તમતા છતાં યે થતી નથી માટે દષ્ટાન્તની પૂરેપૂરી જરૂરીઆત છે.
પ્રશ્ન ૩૫૩–પુરૂષને ધર્મપ્રાપ્તિ થાય, વિષયથી તે વિરક્ત બનીને વિરાગી થાય અને તેથી તે પુરુષ સ્ત્રીના વિષયની પિપાસા પૂરી ન પાડે તે કારણથી સ્ત્રી ઉન્માર્ગે જાય, વ્યભિચારીણું થાય છે તે પાપ તે પુરૂષને લાગે કે નહિ ?