________________
(૧૩૪)
પ્રશ્ન ૩૮૨-- બાદર-હિંસાને ત્યાગ કર્યા વિના સૂમ-હિંસાને ત્યાગ કરી શકાય?
સમાધાન–ના, ત્રસની હિંસાથી વિરમ્યા વિના સ્થાવરની હિંસાથી વિરમવાની વાત કરવી એ દુનિયાને છેતરવાને જ ધંધે છે; જેમ કે માણસ કહે કે “મારે દીવસે ન ખાવું” (એટલે કે રાત્રે ખાવું) તેવા પચ્ચખાણ આપે. અગર કોઈ મુસલમાન અનાજ ન ખાવું અને માંસ ખાવું તેવા પચ્ચખાણ માગે છે તેવા પચ્ચખાણ અપાય જ નહિં, કારણ કે રાત્રિભોજનને ત્યાગ કર્યા વિના દિવસે ખાવાના પચ્ચખાણ અને માંસનો ત્યાગ કર્યા વિના અનાજ ખાવાનાં કરેલાં પચ્ચખાણ તે પચ્ચખાણ નથી પણ ધર્મને ઉચ્છેદ કરનારાં જ પચ્ચખાણ છે. તેવી રીતે ત્રસની હિંસા છોડ્યા વગર સ્થાવર-સૂક્ષ્મને ત્યાગ પણ તે જ સમજ.
પ્રશ્ન ૩૮૩-દુખી જીને દેખીને જેને દયા ન આવે તેનામાં સમ્યક્ત્વ હેય ખરું ?
સમાધાન-ના, દુઃખથી રીબાતા પ્રાણીઓને દેખી જેને દયા ન આવે તેનામાં સમ્યકત્વ હેાય જ નહિં.
પ્રશ્ન ૩૮૪–શ્રી તીર્થંકરને જીવ અવધિ તથા મન:પર્યવજ્ઞાન વગરને હેય ખરો?
સમાધાન-ના, શ્રી તીર્થંકરને જીવ દીક્ષા લીધા પહેલાં અવધિજ્ઞાનવાળો જ હોય અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાનવાળે જ હેય.
પ્રશ્ન ૩૮૫-સંયમના ભેગે અહિંસા કરવા લાયક ખરી કે નહિ?
સમાધાન-સંયમના ભોગે અહિંસા કરવા લાયક છે જ નહિ; જો તેમ હેય તે નદી આદિકમાં સાધુઓથી ઉતરી શકાય જ નહિ ગ્લાનાદિકને માટે વરસતા વર્ષાદમાં ગોચરી લાવી શકાય જ નહિ.