________________
(૧૬)
સમાધાન આ સઘળો ત્યાગ બાલક સમજે છે, એટલે તે હાર્દિક ત્યાગ જરૂર હોઈ શકે. સમજપૂર્વકના ત્યાગને તે હાર્દિક નથી એમ કહેવાનું કોઈ કારણજ નથી.
પ્રશ્ન ૪૭૯–બાલકને મા-બાપ દીક્ષા લેવાની રજા આપે, બાલક દીક્ષા લેવાની હા કહે આટલા ઉપરથી શું તે બાલકને દીક્ષા આપી દેવી અને તે હાર્દિક ત્યાગ માનવો એ શું ગ્ય છે ?
સમાધાન-પાંચસે છોકરાને ભેગા કરો અને પછી તેમાંથી સઘળાને પૂછો કે તમારે દીક્ષા લેવી છે? ઘણા મોટા ભાગના છોકરાઓને જવાબ એ મળશે કે–“ના” ત્યાગમાં છોકરાઓ સમજતા ન હોય તે પછી મોટા ભાગના છોકરા ના શાથી કહે છે વારૂ? જે તેમનામાં સમજપણું ન હેય તે તેઓ ના ન કહે. જે ના કહેનારા મોટા ભાગના છોકરાઓનું ના કહેવાપણું કબુલ હેય તે એને અર્થ એ છે કે એવા છોકરાઓને પણ સમજણ છે. તે પછી તેમાંથી બે ચાર છોકરા સમજણપૂર્વક ત્યાગ લેવાને તૈયાર થાય તેને એમ શી રીતે કહી શકાય કે તેનામાં સમજણ નથી? એટલે ઉપર જણાવ્યા પ્રમાણેની દીક્ષા તે શાસ્ત્રોક્ત દીક્ષા છે.
પ્રશ્ન ૪૮૦–પણ બાલક-છોકરે લાલચ ખાતર હા પાડી દે તે શું ?
સમાધાન - જે લાલચ હોય તે પેલા પાંચસેએ પાંચસે સધળા શા માટે હા ન પાડે ? અને સાધુપણુમાં તે લાલચ નથી, તેમાં તે તમારા હિસાબે સંકટ છે, આચાર-વિચારો પાળવાના છે, એ વાત એકે એક જૈન બાળક જાણે છે.
પ્રશ્ન ૪૮૧–બાલક બધું હા કહેશે, પણ પંચમહાવ્રતની પ્રતિજ્ઞા લે તે સમયનું શું? સ્ત્રી શું છે? સંસારીઓને માટે સ્ત્રોનું સુખ એ શી વસ્તુ છે? એ જાણ્યા વિના બાલક તે સંબંધીનું વ્રત ઉચ્ચરે એ યોગ્ય છે?