________________
(૧૩)
સમાધાન-એ તે ઉલટું વિશેષ સારું છે. બાલક જે બાબત સમજ જ નથી, તે બાબતને ત્યાગ એ તે તેને આનંદ છે. તેથી તે ઉલટું તે ચારિત્ર વધારે સારી રીતે પાળી શકશે. ત્યાજ્ય વસ્તુઓને અનુભવ કરવો જ જોઈએ એવો નિયમ છે જ નહિ.
પ્રશ્ન ૪૮૨–છ વર્ષને નાને બાલક જે સ્ત્રી-પુરુષના વ્યવહાર સમજતો નથી, તેને પરસ્ત્રીના ત્યાગની બાધા આપી શકાય ?
સમાધાન–સાંભળીને કે કઈ હેતુથી બાલકે સાત વ્યસનને ત્યાગ કરે તે છે ને તેવું શાસ્ત્રકારોએ ચોખ્ખું કહ્યું પણ છે આ પ્રશ્નનું સમાધાન ઘણી વખત અપાયેલ છે. વધુ ખુલાસા માટે પ્રવચનસારોદ્વાર નિશીથચૂર્ણ વગેરેમાં તે પ્રમાણ સાફ છે. વયને જેવી.
પ્રશ્ન ૪૮૩–દીક્ષાની ગ્યતા તરીકે દીક્ષા માટે વિવેકબુદ્ધિ હોવી જોઈએ, એ ખરું છે ?
સમાધાન–પાપનું કાર્ય ન કરવું એવી પાપના ત્યાગની વિવેકબુદ્ધિ હેવી જોઈએ.
પ્રશ્ન ૪૮૪–આવી વિવેકબુદ્ધિ બાલકામાં હોય છે?
સમાધાન-અનુભવથી જાણી શકાય છે કે બાલકામાં આવી વિવેકબુદ્ધિ હોઈ શકે છે. એ અસંભવિત તે નથી જ.
પ્રશ્ન ૪૮૫–દીક્ષાનો અને તેની વયનો પ્રશ્ન અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે. એ સંજોગોમાં જે આપનો પક્ષ સાચે છે, તે પછી આપ જાહેર રીતે તેની ચર્ચા કેમ કરતા નથી? અને મધ્યસ્થ નીમીતે આ બાબત શા માટે પતાવાતી નથી?
સમાધાન–જાહેર રીતે ચર્ચા કરવાને માટે જ અમે જાહેરને સૂચના કરી છે કે “અમુક દિવસમાં આ વિષયમાં શંકા ધરાવનાર ગમે તે માણસ આવે અને પિતાની શંકા પૂછી તેને ખુલાસો મેળવે.” દીક્ષા