________________
(૧૬૧ )
તે કરવા, તપાસવા ધારે; કિન્તુ કરતા તે કરવા ધારતા જ નથી તેને મેક્ષ નહી મળી શકે એમ કહેવાને વાંધેા નથી.
પ્રશ્ન ૪૭૬—બહારથી ત્યાગ કર્યા વિના ત્યાગી જેવા થાય એટલે ૐ સંસારમાં રહે ખરે, પણુ રાગ-દ્વેષાદિન જીતી લે, તે ( રાગદ્વેષ ) વિનાના થાય અને મન જીતે તે તેને મેક્ષ મળે ખરી કે નહિ !
સમાધાન—એ રીતે મેક્ષ નહિ મળી શકે, સંસારમાં રહીને મન જીતી શકે એ બનવું સહેલુ નથી. વળી જે સંસારમાં છે તે આરંભ–સમારંભના કાર્યાને છેડી શકેજ નહિ અને જ્યાં સુધી આરંભ– સમારંભના કાર્યા ન છેડે ત્યાં સુધી મેક્ષ કદી પણ મળી શકે જ નહિ. એ શાસ્ત્રીય મુખ્ય પ્રરૂપણા છે.
પ્રશ્ન ૪૭૭—જેને ત્યાગ શું ? તેને વાસ્તવિક ખ્યાલ નથી, તેવા બાલક સંસાર છેડે એમ કહેવુ શું અયેાગ્ય નથી ? વાસ્તવિક ત્યાગ આવે ત્યારે જ દીક્ષા લઇ શકાય ને?
સમાધાન—એ સધળી વાતા સંસ્કાર પરત્વે છે. આપણામાંથી ધણા પચાસ વર્ષના થશે તે પણ તરી શકવાના નથી, જ્યારે ખારવાના પાંચ વર્ષના છોકરા પણ તરતાં જાણે છે તેનું શું ? જૈનકુલમાં સંસ્કારજ એવા હોય છે કે તે બાલક હોય તે પણુ એમ સમજી શકે છે કે— મારાથી દીક્ષા લીધા પછી માતા-પિતા પાસે નહિ જવાય, નાટક સીનેમાં નહિ જોવાય, કાચા પાણીને નહિ ડાય;' આ વસ્તુ સધળા બાળદે જાણે છે અને એ જાણીને જેઓ તેને ત્યાગે છે તેનામાં વાસ્તવિક ત્યાગ નથી એમ ક્રમ કહેવાય ?
પ્રશ્ન ૪૭૮—આ બધા જે ત્યાગ છે તે હાર્દિક ત્યાગ તે નથી જ ને? તે માત્ર ગાડરીયા–પ્રવાહ જેવા છે. એમ શું નથી લાગતું ?