________________
(૧૪૭)
સમાધાન–ચાલી શકે અને કરેમિ તેમાં “જાવ સાહુને પાઠ અંગીકાર કરે.
પ્રશ્ન ૪૩૪–ધારણ વગર ત્રણ કલાક બેસી રહે તે ચાલી શકે ?
સમાધાન-ના; પાપમયકાર્ય પરિહરવાની અને રત્નત્રયી આરાધવાની પ્રતિજ્ઞા તે થવી જ જોઈએ.
પ્રશ્ન ૪૩પ-પિસહ લીધા પછી સામાયિક શા માટે ઉચ્ચરાવાય છે? સમાધાન–સામાયિકના લાભથી વંચિત ન રહે તે માટે.
પ્રશ્ન ૪૩૬–પિસહમાં તમામ પાપકાર્ય બંધ થાય છે છતાં સામાયિક ઉચ્ચરવાની જરૂર શી?
સમાધાન–એક જ અનુષ્ઠાનમાં બે વ્રતની સાથે આરાધના કરવાની જોગવાઈ મુશાસ્ત્રકારે રાખી છે.
પ્રશ્ન ૪૩૭–દ્વારિકાને દાહ કરનાર, દિપાયન ઋષિ ઓગણીસમે તીર્થકર સમજો કે કેમ? તીર્થકર થવાના હોય તે પણ શું આવું પાપ કરે કે કેમ?
સમાધાન-તીર્થકર થવાના છે તે ઉપર્યુક્ત દ્વિપાયન નહિ પણ બીજા દિપાયન છે, પ્રાયઃ તીર્થકરો તેવા પાપ કરવાવાળા દેતા નથી.
પ્રશ્ન ૪૩૮–આવતી ચોવીસીમાં શ્રી આણંદ શ્રાવકને જીવ આઠમા પેઢાલ તીર્થંકર થશે એવું જે લખ્યું છે તે આણંદાદિ દશા શ્રાવકે તે દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહમાં અવતરી દીક્ષા લઈ મેક્ષે જશે એમ જણાવ્યું છે તે પછી તીર્થકર થશે તે આણંદ કયા ?
સમાધાન-દશ શ્રાવક પૈકીના આણંદ શ્રાવકતીર્થંકર થવાના નથી.
પ્રશ્ન ૪૩૯-દેવતા મનુષ્યની સ્ત્રી સાથે સંભોગ કરી હારિક પગલે પરિણાવી ગર્ભ ઉત્પન્ન કરી શકે કે કેમ?