________________
(૧૪૯) બતાવ ને. વૈદ્ય કોઈ બીજા કાર્યમાં ગુંથાએલ હોવાથી તેમજ તે વૈદ્ય કામમાં અકળાયેલ હોવાથી અને ભીલની ગાળો સાંભળીને ગુસ્સે થયેલ હોવાથી કહી દીધું કે જા ! જા ! થેરીયાનું દુધ આંખે લગાવ. જાડી બુદ્ધિના ધણી ભીલે ઘેરીઓ કાપીને દુધ આંખે લગાડયું. આંખે મટી ગઈ અને આંખો સાજી થઈ અને તેના બદલામાં ભેટ માટે કેરીને ટોપલે ભરી વૈદ્યને ઘેર ગયે. કેરીઓ આપી અને બનેલી હકીક્ત પણ કહી. વૈદ્ય વિચારમાં પડ્યો કે થેરીયાનું દુધ અને તે દુધથી આંખ સાજી બને શી રીતે? તેથી તે નિર્ણય કરીને તે ભીલ સાથે કાપી લાવેલા ઘેરીઆના સ્થાનને જોવા ગયે. થેરી ઘીની બરણીમાં ઉગેલ હેવાથી વિચાર્યું કે શેરીઆની ગરમી ઘીએ હરી લીધી, આ ઉપરથી આંખની દવા થેરીયાનું દુધ જ છે એમ કહેવાય નહિં. મુખ્ય સ્વભાવે શેરીયાનું દુધ અંધાપે જ કરે પણ ઘીને સંજોગ મળે તે દવારૂપ પણ થાય, તેવી રીતે મુખ્યતાએ કર્મબંધના કારણુ કર્મબંધ કરે પણ બંધના કારણેની સાથે પરિણતિની શુદ્ધિ મળે તે જરૂર નિર્જરા થાય.
નિર્જરાના કારણે જોડે બંધની પરિણતિ ભળી હોય તે બંધ સજજડ કરાવે અને બંધના કારણે જોડે નિજરની પરિણતિ ભળી હોય તે સજજડ નિર્જ કરાવે.
પ્રશ્ન ૪૪૩– સગી-કેવલી મેક્ષે જાય ?
સમાધાન–ના, ત્રણે કાળમાં સયોગી કેવલી મેલે જતા નથી, ગયા નથી, અને જશે પણ નહિ. આંખની પાંપણ હાલે ત્યાં સુધી એકવિધ બંધક, છ, સાત કે અષ્ટવિધ બંધક હોય છે, અર્થાત્ આંખની પાંપણું હાલે ત્યાં સુધી કર્મની આવક ચાલુ છે.
પ્રશ્ન ૪૪૪-સમકિતી, ભવ્ય, દેશવિરત, સર્વવિરત મેક્ષે જાય?
સમાધાન–હા. જાય, શું ત્યારે સમકિતી અને ભવ્ય, દેશવિરત અને સર્વવિરત સગી-કેવલીઓ કરતાં વધારે ઉચ્ચ