________________
(૧૫૨)
સ્થવિર–કલ્પના સામાન્ય આચાર પણ પાળી શકવાને શક્તિહીન એવાઓને જિનકલ્પી કહી દેવા તે કેવલ મૂર્ખાઈ છે.
પ્રશ્ન ૪૫ર–જમાના પ્રમાણે વર્તવું કે જમાનાની સામે વર્તવું?
સમાધાન-તમારા હિસાબે પણ જમાનાની સામે વતવું, કારણું ક-શિયાળાના જમાનાએ ટાઢ મોકલી છતાં પટારામાંથી શાલ, દુશાલા કેમ કાઢે છે? ઉનાળામાં ગરમી મોકલી છતાં બુટ-છત્રી કેમ વાપરે છે ? તમે તમારી શારીરિક સ્થિતિના બચાવ માટે જમાનાની સામે ધસો છો એ તમારી કરણ જમાના સામે ધસવાની કબુલાત કરે છે, શિયાળા અને માસામાં ગરમ કપડાં શા માટે પહેરે છે? તમે જમાનાની સામે ધરો છો, કે જમાનાને અનુકૂળ વર્તે છે ? એ તમારા વર્તનને પૂછી જુઓ. શરીર–રક્ષણના ધ્યેયને અનુસરીને જમાનાની સામે ધસે છે. જે આ નિયમ તમારે કબુલ છે તે પછી ધર્મના સંરક્ષણ માટે અધર્મની સામે ધસતાં કેમ કરે છે?
પ્રશ્ન ૪૫૩–આ તે તમે ઋતુકાલની વાત કરી ?
સમાધાન–ઋતુ એ કાલવાચક છે કે બીજી કોઈ ચીજ છે? જમાને એટલે તમારે કાલ કહેવું છે, કે બીજુ કંઈ? અને જમાને એટલે જે મગજને પવન કહે છે તે તમારી વાત તમે જાણે.
પ્રશ્ન ૪૫૪–પિતાની સગવડ ખાતર મિયાવીઓ વનસ્પતિકાયમાં જીવ છે પણ તે જીવને વસ્તુતઃ સુખદુઃખ નથી એમ માને છે તે એ બીના ખરી છે ?
સમાધાન–ન્યાયની અદાલતમાં ધનવાન કે નિધન, મૂર્ખ કે બુદ્ધિમાન, બાલ કે વૃદ્ધ, કુટુંબવાળે છે કે વગર કુટુંબવાળે, રોગી છે કે નિરેગી, એવો પ્રકાર તે ન્યાય જોઈ શકતા નથી, તેવી રીતે ધર્મના સ્વરૂપને, પુણ્યના સ્વરૂપને, પાપના સ્વરૂપને વાસ્તવિક રીતે ન્યાયની તુલનાથી તોલે, અર્થાત્ પરિણતિરૂપ તુલનાથી તોલે તે માલમ પડશે