________________
(૧૫૪)
પ્રશ્ન ૪૫-નિત્યતામાં તમે બે સ્થાન કહે છે અને સર્વસ્થાન અશાશ્વત કહે છે તે શી રીતે ?
સમાધાન-મહાનુભાવ! મધ્યસ્થાને અશાશ્વત છે તે અપેક્ષાએ સર્વસ્થાન અશાશ્વત છે; બાકી અનાદિનું એકેન્દ્રિય સ્થાન નિત્ય છે અને સિહનું સ્થાન પણ નિત્ય છે.
(ના. વડોદરા સરકારની ધારાસભામાં સરકારે પ્રેરેલ આર્યભાવનાવનાશક દીક્ષા સંહારક કાયદા ધારાસભામાં અને જનતામાં ચર્ચાઇ રહેલ હતા, એવા કઠીન સમયમાં પૂ. આચાર્ય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબે દીક્ષા સંબંધીને જનાજેન જનતાને ભ્રમ ભાંગવાના ઉદ્દેશથી દીક્ષા સંબંધી શંકાઓ પૂછવાનું જાહેર પ્રજાને જણાવેલું હતું. જનતા તરફથી એ સંબંધીના પ્રશ્ન જાહેર રીતે પૂછાયા હતા અને આચાર્યદેવે પિતાની અમેઘ સુધાર્ષિણ શૈલીમાં તે પ્રશ્નોના સરળ અને સુંદર ઉત્તર આપ્યા હતા. આચાર્યદેવના એ ઉત્તરે સાંભળ્યા પછી કેટલાય કટ્ટરમાં કટ્ટર દીક્ષાવિધીઓ પણ પિતાને દીક્ષા-વિધ મૂકી દઈ આચાર્ય દેવશ્રીના વિચારે છેડે સહમત થયા હતા. એ પ્રશ્નોત્તરે અત્યંત ઉપકારક હોઈ તે અત્રે આપવામાં આવે છે અને તેનું પુરેપુરું મનન કરવાની (સિદ્ધચકના) તંત્રી વાંચકોને વિનંતી કરે છે.)
પ્રશ્ન ૪પ૭–ડા દિવસ પૂર્વે વડોદરા શહેરમાં જાહેર હસ્તપત્રિકાઓ વહેંચવામાં આવી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે બીજા જૈન–આચાર્યો અને આપની વચ્ચે દીક્ષાની વયના સંબંધમાં ભારેમાં ભારે મતભેદ છે. તે પછી એ સ્થિતિમાં આપને સાચા ગણવા કે બીજાને ?