________________
(૧૪૬) પ્રશ્ન કરચલપટ્ટાગારેણું એમ જે બતાવ્યું છે તે ગૃહસ્થ આવે તે ચલપટ્ટો ઉભા થઈને પણ લે તે પચ્ચખાણ ન ભાંગે, એ અર્થ પ્રમાણે મુનિએ આહાર કરતાં નગ્ન રહેતા હશે કે કેમ? અથવા ચલ પદ-આગાર કયા ઉપયોગમાં લે?
સમાધાન–અપ્રાવરણના અભિગ્રહવાળા માટે આ ચેલપટ્ટઆગાર ઉપયોગમાં લેવાને છે.
પ્રશ્ન ૪૩૦ ઉપવાસના પચ્ચખાણમાં રે ઉગ્ગએ અભgઠું અને એકાસણાદિમાં ઉગ્ગએ સૂરે એ બેમાં ફેર ?
સમાધાન-સૂર્ય ઉદય પહેલાં જે પચ્ચખાણ ધારી શકાય તેમાં ઉગ્ગએ સૂરે અને સૂર્ય ઉદય પછી પણ ધારી શકાય તેમાં સુરે ઉગ્ગએ” કહેવાય છે.
પ્રશ્ન ૪૩૧—દિવસના પૌષધમાં ઓછામાં ઓછું પચ્ચખાણ એકાસણું કરવાની પ્રવૃત્તિ છે છતાં કદાચ કઈ બેસણું કરે છે તેનાથી પૌષધ થાય કે નહિ?
સમાધાન–તેને (તપસ્યાને) લીધે જે પૌષધ રોકાય તે જ કરાવાય છે?
પ્રશ્ન ૪૩ર-સાંજે પૌષધ કરનારને ઓછામાં ઓછું એકાસણું જોઈએ કે બેસણું, અગર છૂટે હેય અને પૌષધ કરે તે પણ ચાલે? શાસ્ત્રમર્યાદા શી છે.
સમાધાન–છૂટે ન હોવો જોઈએ એવી શાસ્ત્રમર્યાદા છે.
પ્રશ્ન ૪૩૭–સામાયિક લીધા પછી બે ઘડી બેસવું પડે છે પરંતુ કદાચ કોઈને બે કલાક બેસવું હેય ને એક જ સામાયિકથી જ ચલાવવું હેય તે ચાલી શકે કે નહિ ?