________________
(૧૪૩)
સમાધાન-હ. નહિ સેવવા લાયક એવા અર્થ—અને કામ એ પુરુષાર્થ એવાં છે કે સાધન અને સાધન દ્વારા થતે ઉપયોગ બાજુએ રાખીએ તે પણ સાધન મેળવવાની ઈચ્છા પણ એવી જબરજસ્ત છે કે આત્માને ડૂબાડનાર છે. જેને માટે બ્રહ્મદત્ત ચક્રવતના પૂર્વભવની ચર્યાનું અવકન કરશે તે માલમ પડશે કે તે ભવમાં તેણે માસક્ષપણની તપસ્યા કરેલી છે, ચક્રવતની સ્ત્રી વંદન કરવા આવેલી છે, એ તપસ્યા વેચીને સ્ત્રી-રત્ન મેળવવાની મનઃકામના નિયાણું કરાવી સાતમી નરકની સામગ્રી ભેગી કરાવી આપે છે. નથી તે તે ભવમાં સ્ત્રી-રત્ન મળ્યું, કે નથી તે તે ભવમાં સ્ત્રી-રત્નને ભોગવટો કર્યો. ખરેખર ! અર્થ કામની સાંકળમાં સંકડાયલેજ સડે છે, એટલું જ નહિ પણ તે સાંકળમાં માની લીધેલા સુખની ઇચ્છા કરવી તે પણ આત્માથીઓ માટે અત્યુત્કટ ભયંકર છે.
પ્રશ્ન ૪૧૮–મેક્ષનું સ્વરૂપ એક સરખું છે છતાં સિહના પંદર ભેદ કેમ?
સમાધાન–મેક્ષ પામવાની તૈયારી અગર પામતી વખતની દશામાં આ છવ કઈ સ્થિતિમાં હતું તેની ઝાંખી માટે પંદર ભેદનું વિધાન છે. વસ્તુત: તે પંદર ભેદ પૈકી એક જ ભેદમાં એટલી બધી વિશિષ્ટતા દર્શાવી છે કે જેમાં સમગ્ર જૈન–શાસનની પારમાર્થિકતા સમજાઈ જાય છે. પંદર ભેદમાં એક સ્વલિંગ ભેદ છે. સ્વ એટલે શું ? સ્વ એટલે પિતાનું અર્થાત્ આત્માનું વાસ્તવિક–લિંગ પ્રભુમાર્ગમાં યથાસ્થિત વર્ણવેલી પ્રત્રજ્યા ગ્રહણ કરવી તે.
પ્રશ્ન ૪૧૯–પ્રભુ–પૂજનમાં પ્રક્ષાલન માટે કાચું પાણુ વપરાય છે. તેને બદલે ઉકાળેલું પાણું કેમ ન વપરાય?
સમાધાન–શ્રી તીર્થંકર મહારાજના જન્માભિષેક વખતે જ પ્રમાણુના કરોડે કલશથી કરેલ અભિષેક સચિત્ત પાણીને હતું અને