________________
(૧૪૧) માનમાં નાનાં બચ્ચાંને ધર્મના વાસ્તવિકજ્ઞાનથી રંગી નાંખવા જોઈએ, અને જે બાળપણમાં ધાર્મિક-સંસ્કાર આપવાનું કાર્ય માબાપ ઊપાડી લે તે આજે જૈન સમાજમાં ઉગતી વયના બાલકે ભાવિમાં સાધુ-સંસ્થાના પ્રાણભૂત તેમજ શ્રાવક સમાજમાં પણ પરમ શ્રાવક બની જૈનધર્મને દીપાવી શકે. બચપણમાં સંસ્કાર બીલકુલ બગડવા જ ન જોઈએ તે માટે સંપૂર્ણ કાળજી રાખવાની જરૂર છે.
પ્રશ્ન ૪૧૪શાસ્ત્રકારોએ ચારિત્રઅવસ્થાની ગણત્રી કયારથી ગણું છે?
સમાધાન–ઘર-કુટુંબ છેડીને સર્વે સાવઘના ત્યાગ અને દર્શન નાદિ રત્નત્રયીની આરાધના રૂપ પ્રતિજ્ઞા અંગીકાર કરે ત્યારથી; અન્યથા એ વાત ન સ્વીકારીએ તે પરિણામ ચારિત્રના વર્તે તેને ચારિત્ર આવી ગયું છે એમ માનવું પડેઃ જેમ ગૃહસ્થાવાસમાં રહેલા પ્રભુ મહાવીર સાધુવેષ વગર ઉત્તમ સાધુચર્યાને આચારને પાળતા હતા તે વખત ચારિત્ર માનવું પડશે, અને તેમ માનીએ તે તેજ વખતે મન:પર્યાવજ્ઞાન આવવું જોઈએ પણ મન:પર્યવજ્ઞાન તે તે વખતે આવ્યું નથી. આ ઉપરથી ઉત્કૃષ્ટ કોટિના અધ્યવસાયથી વિભૂષિત થયેલા આત્માઓના ચારિત્રપર્યાય પણ પ્રભુમાર્ગની પ્રણાલિકાને સ્વીકાર્યા વગર સિદ્ધાંતકાર મંજુર રાખતા નથી.
પ્રશ્ન ક૧૨–પુરુષાર્થ એટલે શું ?
સમાધાન -“પુષળ –પુરુષની ઇચ્છા તેનું નામ પુરુષાર્થ એટલે જગતના તમામ જીવોનું ચાર પ્રકારે વર્ગીકરણ થઈ શકે છે અને તે ચાર પ્રકાર-ધર્મ અર્થ કામ અને મેક્ષ, અર્થાત્ કેટલાક જીવે ધમની ઇચ્છાવાળા, કેટલાક છે અર્થની ઈચ્છાવાળા, કેટલાક જીવે કામની ઈચ્છાવાળા અને કેટલાક છે મેક્ષની ઈચ્છાવાળા. આથી જગતમાં આ ચાર પ્રકારની ઈચ્છાવાળા જીવો શ્રષ્ટિગોચર થશે. અને વર્ગીકરણની અપેક્ષાએ આ ચાર પુરુષાર્થ છે.