________________
( ૧૩૯ )
ગયાં અને કઈ ચેાવીસી સુધી સંસારમાં રખડવુ પડયું એટલે કે દીપક–સમક્તિવાળા મિથ્યાત્વિપણામાં રહ્યા છતાં સાચી પ્રરૂપણા કરે, પણુ પ્રસંગ પડે પલટાઈ જનારા આવા સૂત્ર–વિરૂદ્ધ ભાષણુ કરનારા તે તે સૂત્ર–વિરૂદ્ધ ભાષણુ વખતે જ એલફેલ ખેલી નાંખે છે; કારણ કે દીપકસમ્યક્ત્વમાં પશુ દેવાળું હાય છે.
પ્રશ્ન ૪૦૫-ચૈત્યવાસી સાધુઓ જે દહેરામાં પૂજા વગેરે કરતા હોય તે દહેરાં શુ સાવદ્ય ગણાય ?
સમાધાન—હા, તેવાં દહેરાં સાવદ્ય કહેવાય, જે માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કથન છે.
પ્રશ્ન ૪૦૬-ધર્મની દેવલાક જેટલી કિ ંમત કરે તેને મિથ્યાત્વ લાગે ? સમાધાન—હા.
પ્રશ્ન ૪૦૭—મનકમુનિને દીક્ષા આપનાર ચૌદપૂર્વી છે. અને તેથી તેઓએ જ્ઞાનને ઉપયોગ ઇને દીક્ષા આપી હશે પણ તમે આજે મનકમુનિના નામે તેવી ખાલદીક્ષા આપવા તૈયાર થાઓ છે તેનું શું ?
સમાધાન—ભાગ્યવાન્ ! જ્ઞાનના ઉપયાગ દીક્ષા આપતાં પહેલાં મૂક્યો જ નથી, છ માસનું આયુષ્ય છે માટે તે પણ પામી જાય” એમ વિચારી પૂર્વમાંથી ઉધ્ધત કરી દશવૈકાલિક તેના (મનકના) ઉદ્ધાર માટે રચ્યું. શાસ્ત્રમાં આ ખીના અને પ્રસંગ વિવેકપુરસ્કર વાંચવાથી માલમ પડે તેમ છે કે, દીક્ષા આપતા પહેલાં ચૌદપૂર્વધર શય્યંભવસૂરીશ્વરજીએ જ્ઞાનના ઉપયોગ મૂક્યોજ નથી.
પ્રશ્ન ૪૦૮—તમારામાં અને અમારામાં ફક્ત કપડાના જરૂર ખરા કે નહિ ?
સમાધાન—વેષને ફેર છે પણ તે ખીનાને અલગ કરવા માત્રથી તમારા પર સાધુપણાના આરોપ થઇ શકતા નથી. વસ્તુતઃ વિષયની