________________
(૧૩૭)
સમાધાન-જ્ઞાને ફુરિ-સટ્ટાઢિગ તીર્થ” | પહેલાંની બે નરકમાંથી નીકળીને વાસુદેવ અને બલદેવ થાય અને પહેલાંની ત્રણ નરકમાંથી નીકળીને તીર્થકર થાય.
પ્રશ્ન ૩૯૭–બલદેવ અને ચક્રવર્તિ કયા દેવતા થઈ શકે?
સમાધાન-“ચતુર્વિદા સુબ્યુલ્લા માનિ થઇafa . ચારે પ્રકારના દેવતાઓ બલદેવ અને ચક્રવર્તી થઈ શકે.
પ્રશ્ન ૩૯૮-કયા દેવતાઓ તીર્થકર થઈ શકે?
સમાધાન–વિના વૈમાનિજા' દેવતાઓમાંથી વૈમાનિક દવતાજ તીર્થંકર થઈ શકે.
પ્રશ્ન ૩૯-દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનનું સમવસરણ જ્યાં પહેલાં થયું હોય ત્યાં ફરી સમવસરણ થાય કે નહિ ?
સમાધાન–પહેલાં જ્યાં સમવસરણ થયું હોય ત્યાં થાયજ એ નિયમ નથી, પણ જ્યાં પહેલાં સમવસરણ ન થયું હોય ત્યાં તે થાય જ એવો નિયમ છે.
પ્રશ્ન ૪૦૦–શ્રી તીર્થંકરદેવ કેટલા જનમાં હોય તે સાધુસાવીએ વાંદવા જવું જ પડે ?
સમાધાન–આવશ્યકસૂત્રની ટીકામાં લખે છે કે-બાર એજન છે. રહેલા તીર્થંકર-દેવનાં દર્શન જે પોતે ન કર્યો હોય તે તે સાધુસાવીએ સમવસરણમાં જરૂર જવું જોઈએ. ન જાય તે પ્રાયશ્ચિત્ત આવે.
પ્રશ્ન ૪૦૧–રેચક-સમ્યકત્વ ક્યારે કહેવાય?
સમાધાન–જ્યારે જિનેશ્વર-કથિત તમાં વાસ્તવિક રૂચી હોય ત્યારે તેને રોચક–સમકિત કહેવાય છે.
પ્રશ્ન ૪૦૨–કારક-સમ્યકત્વનું લક્ષણ શું?"