________________
(૧૦૭)
શ્રાવિકાઓ અને કામદેવાદિ શ્રાવકના વ્રત નિયમાદિકમાં અતુલ ધેર્યતા રૂ૫ ગુણની પ્રશંસા બાર પર્ષદા વચ્ચે કરી છે. અર્થાત ગુણપ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓએ તે જેનામાં નાનામાં નાને અણુ જેટલે પણ જે ગુણ જાણતા હોય તો તેની પ્રશંસા કરવા ચૂકવું જ નહિં પણ ધ્યાનમાં રાખવું કે મિથ્યાદષ્ટિ તે કઈ દિવસ પ્રશંસાપાત્ર બને નહિ.
પ્રશ્ન ૩૦૦-ચારિત્રની શ્રદ્ધા વગરના જીવને સમ્યકત્વ હેઈ શકે ખરું? જે વર્તમાન સાધુઓને ન માને તે પરમેષ્ઠિને માનનારે કહેવાય?
સમાધાન–ના. ચારિત્રની સમ્યક શ્રદ્ધા જેને ન હોય તેને સમ્યકત્વ સંભવેજ નહિં, ને ભગવાન મહાવીરે પાંચમાં આરામાં એકવીસ હજાર વર્ષ સુધી શાસને ચારિત્ર કહ્યાં છે, માટે વર્તમાન સાધુઓને ન માનનાર પરમેષ્ઠિને માનનાર ગણાય નહિ; સાધુ સંયમના અથ હોવા જ જોઈએ.
પ્રશ્ન ૩૦૧– તીર્થકર નામકર્મ બંધાય ક્યારે અને નિકાચિત કયારે થાય? તે તીર્થકર નામકર્મની સ્થિતિ કેટલી?
સમાધાન–તીર્થકર નામકર્મ ઉત્કૃષ્ટથી અન્તઃકટાકેટિ સાગરેપમ બંધાય, અને તીર્થકર નામકર્મ નિકાચિત તે તીર્થકરપણુથી પહેલાંના ત્રીજેજ ભ થાય, તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટથી સ્થિતિ અન્નકેટકેટીની (એક કડાડી સાગરેપમથી કંઈક ન્યૂન) છે.
પ્રશ્ન ૩૦૨–તીર્થકર નામકર્મ બંધા પછી એ જીવ તિર્યંચમાં જાય કે નહિં? ને સમ્યકત્વથી ભ્રષ્ટ થાય કે નહિ ?
સમાધાન–તીર્થકર નામકર્મ બંધાયા પછી સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વભાવને પણ પામે, તિર્યંચમાં પણ જાય પણ તીર્થંકરનામકર્મને ઉદય તે વર્તતે જ હોય; તીર્થંકરનામક ઉદયવાળો છવ અર્થત ચારે ગતિમાં ઉભય સ્થાનમાં વર્તતે હેય છે, પણ તે નિકા