________________
(૧૧૬) સમાધાન–તે વખતે સમકિત હતું જ નહિ એમ તે કહી શકાય નહિ, કારણ કે જૈનશાસનમાં આશંસામાત્રથી સમ્યકત્વને પ્રતિષેધ (નિષેધ) કોઈ પણ જગે પર છે જ નહિ. પ્રવજ્યાને મોક્ષનું કારણ માને છે કે નહિ તે જેવું. - પ્રશ્ન ૩૨૭–આશંસા એટલે શું અને નિયાણું એટલે શું?
સમાધાન–ધર્મની ક્ષિા કરતાં પહેલાં જે પૌગલિક સુખ (દેવતાનું, ચક્રવર્તિપણાનું, રાજાપણાનું સુખ)ની ઇચ્છા થાય અને તે ઇચ્છાથી જ ધર્માનુષ્ઠાન કરાય તે આશંસા કહેવાય, ધર્માનુષ્ઠાન કર્યા પછી ફલ તરીકે જે પૌગલિક વસ્તુઓ ઈચ્છાય (અર્થાત્ ધર્માનુષ્ઠાન વેચીને સાંસારીક સુખની ઈચ્છા) તે નિયાણું કહેવાય.
પ્રશ્ન ૩ર૮-સમ્યદૃષ્ટિ જીવ નિયાણું કરે કે નહિ? નિયાણું કરે તે સમકિત રહે કે નહિ ?
સમાધાન–જીવ જ્યારે સમ્યકત્વ પામે છે ત્યારે સંસારમાં થતી આત્માની દુર્દશા લક્ષ–સમક્ષ ખડી થાય છે એટલે દુનિયાના (દેવ તથા મનુષ્યના) ઉત્કૃષ્ટ સુખમાં પણ તે રતિ વગરને હોય છે, અર્થાત વૈરાગ્યવાન હોય છે તે પછી અનુપમ મોક્ષને આપનારી એવી ધર્મક્રિયાને વેચીને સાંસારિક સુખે ઈચ્છે એ બનવું જ અશક્ય છે છતાં પણ કઈક નિયાણું કરે તેથી તે સમ્યકત્વ વગરને છે એમ કાઈ પણ શાસ્ત્રના તેવા પુરાવા વગર કહી શકાય જ નહિ; કારણ કે નિયાણું કરનારમાં સમકિત નથી આ વાત તે કઈ પણ શાસ્ત્રમાં ખાસ લખાણ તરીકે છે નહિ. નવ જાતનાં નિયાણામાં પણ બધામાં સમ્યકત્વને અભાવ જણાવ્યું નથી, તેમજ સંલેખનામાં નિયાણને વ્રતના ભંગાભંગરૂપ અતિચાર ગણે છે. નિયાણું મેક્ષમાર્ગના તે વિનરૂપ છે.
પ્રશ્ન ૩૨૯-તમામ છ ચારિત્ર લઈને નવ રૈવેયકમાં કેટલી વખત ગયા છે? ને એ પાઠ ક્યા શાસ્ત્રમાં છે?