________________
(૧૧૮) સમાધાન–શ્રી જીનેશ્વર મહારાજના શાસનમાં અસંખ્ય યોગોમાં સ્વાધ્યાય એ પરમ તપ છે. સ્વાધ્યાય કરવાથી આત્માની પરિણતિ ઘણી સુંદર રહે છે. પ્રશસ્ત ધ્યાનમાં અને વૈરાગ્યભાવની પુષ્ટિમાં સ્વાધ્યાય પરમ કારણ છે.
પ્રશ્ન ૩૩૩–શ્રુતકેવલી, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની પરમાણું દેખી શકે કે નહિ?
સમાધાન-મૃત તથા મન:પર્યવ જ્ઞાનવાળા પરમાણું જોઈ શકે નહિ, પણ કેવલી જોઈ શકે. અથવા પરમાવધિજ્ઞાન કે જેના ઉત્પન્ન થયા પછી કાચી બે ઘડીમાં કેવલજ્ઞાન થાય છે તેથી પણ પરમાણુને જાણી શકાય છે.
પ્રશ્ન ૩૩૪–શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં અજીણું કહ્યાં છે તે ક્યાં ?
સમાધાન-શાનનું અજીર્ણ અહંકાર, (સ્થૂલભદ્રજીની પેઠે) તપનું અજીર્ણ ક્રોધ, (અશિર્માની પેઠે) ક્રિયાનું અજીણું ઇષ્ય (કુસુમપુરમાં રહેલ સવેગી મુનિની પેઠે)
પ્રશ્ન ૩૩૫–આ અવસર્પિણીમાં દશ આશ્ચર્યો થયાં તેવું કલ્પસુત્રાદિમાં કહેવાય છે. અને બીજા પણ મરૂદેવીના મોક્ષ જેવા આશ્ચર્યરૂપે જણુતા કેટલાએક દાખલા બન્યા છે. પણ એવું કોઈ કાળે થાય ખરું કે સર્વશ થયા વગર કઈમેક્ષે જાય?
સમાધાન કેટલીક બાબતે આશ્ચર્યરૂપે અનન્તકાલ કઈ વખત બને પણ એવો બનાવ તે અનન્તી ઉત્સર્પિણિના ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતો નથી, અને ભવિષ્યકાલમાં બનશે પણ નહિ કે સર્વજ્ઞ થયા વગર કઈ મેલે જાય.
પ્રશ્ન ૩૩૬–ક્ષાયિકસમ્યગદૃષ્ટિ વધારેમાં વધારે કેટલા ભવે મેક્ષે જાય ?