________________
(૧૧૦)
સમાધાન–જે દેવ અથવા નરકમાં જાય તે ક્ષાયિક સમ્યકત્વવાળાને ત્રણ ભવ અને અસંખ્ય આયુષ્યવાળા જુગલીયામાં જાય તે ચાર ભવ થાય. શ્રીકૃષ્ણ-મહારાજને પાંચ ભવ છે.
પ્રશ્ન ૩૩૭– જેમ તે ભૂલે રે મૃગ કસ્તૂરી, લેવા મૃગમદ ગંધ ઈત્યાદી ગાથામાં કહે છે કે કસ્તૂરીઓ મૃગ પોતે કસ્તૂરીની સુગંધ મેલવવા માટે ચારે બાજુ દેડે છે. કસ્તુરી તે પિતાની ડુંટીમાં જ રહેલી છે તે ભટકવાનું કારણ શું ?
સમાધાન–જે વખતે કસ્તુરી મૃગ શ્વાસ લે તે વખતે શ્વાસ દ્વારાએ ડુંટીમાંથી ગંધ નીકળે તે બહાર નીકળીને પાછી પવનધારાએ નાકમાં પેસે છે. એ સુગંધને બહારથી આવતી ધારીને કસ્તુરી મૃગ કસ્તુરીની ગંધ લેવા દોડાદોડ કરે છે. તે માત્ર ભટકવા સંબંધમાં ઘટના છે.
પ્રશ્ન ૩૩૮–જેમ પરમેશ્વર પુણ્યના કાર્યોમાં કારણભૂત છે તેમ પાપમય કાર્યોમાં કારણભૂત ખરે કે નહિ ?
સમાધાન-ના. પરમેશ્વર શુભ કાર્યોમાં કારણભૂત છે. પણ અશુભ કાર્યોમાં કિચિત પણ કારણભૂત છે જ નહિ. જેમ સૂર્યનું અજવાળું કાંટા કાંકરાથી બચાવે અને એને માર્ગ બતાવે તેમાં સૂર્યનું અજવાળું કારણરૂપ છે. પણ કઈક બેવકુફ માણસ જાણી જોઇને આંખો મીંચીને ચાલે અથવા અંધ હોય કે અંધારામાં ચાલે અને તેથી કાંટા ખાડા કે ટેકરાથી નુકશાન થાય, એમાં કઈ સૂર્ય એ નુકશાનનું કારણ નથી. તેવી જ રીતે પરમેશ્વર પણ સૂર્યની માફક જ સર્વ વસ્તુ પ્રકાશક હેવાથી પુણ્યના કાર્યોમાં કારણ બને છે. અને પાપના કાર્યોમાં લગીર પણ કારણરૂપ બનતા નથી.
પ્રશ્ન ૩૩૯–એક માણસ અગ્નિને સળગાવે (પ્રગટાવે) અને બીજે સળગતા અગ્નિને ઓલવી નાખે, એ બેમાં વિશેષ કર્મ કેણુ બાંધે ?