________________
(૧૧૩)
બ્રહ્મચર્યની ગુપ્તિવાળાએ પૂર્વ આચરેલ વિષયેની નિન્દા કરવા માટે પણ પહેલાંની રતિક્રિયાના સ્મરણને વજવું.
પ્રશ્ન ૩૧૭– તીર્થકરને વંદના કરવાનું કોઈ છવાસ્થ કેવલીને કહે એ દૂષણ કે ભૂિષણ? તે માટે કઈ દાખવે છે?
સમાધાન–કોઈપણુ છદ્મસ્થ, તીર્થકરને વંદના કરવા માટે સામાન્ય-કેવલીને કહે તે પ્રાયશ્ચિત્તને ભાગી થાય તે પછી ભૂષણ તે હેયજ શાનું ? શ્રી ગૌતમસ્વામીજીએ કેવલી થયેલા તાપસને શ્રી મહાવીર ભગવાનને વંદના કરવાનું કહ્યું તે વખતે ભગવાને કહ્યું કે-હે ગૌતમ! કેવલીની આશાતના ન કર. આશાતના થયાનું સાંભળી ગૌતમસ્વામીજીએ મિથાદુષ્કત દીધે એ પ્રસિદ્ધ છે.
પ્રશ્ન ૩૧૮–ક્ષાયિકભાવને ધર્મ આવ્યા પછી ક્ષાપશમિકભાવના ધર્મનું શું થાય ?
સમાધાન–ક્ષાયિકભાવને ધર્મ આવ્યા પછી લાપશમિકભાવના ધર્મને છોડી જ દેવા પડે, તે માટે શાસ્ત્રમાં પણ કહેવું છે કે–
धर्मास्त्याज्याः सुसङ्गोत्था, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभ, धर्मसंन्यासमुत्तमम् ॥ १ ॥
અર્થ - ક્ષાપશમિક એવા સારા સંગથી થયેલા ધર્મો પણ ઉત્તમ ચંદનની ગંધ જેવા ઉત્તમ (ક્ષાયિક) ધર્મસંન્યાસને પામીને છેડવા લાયક થાય છે.
પ્રશ્ન ૩૧૯–વિનય વિના પાળેલી અહિંસા અને કથન કરેલ સત્ય મેક્ષ આપી શકે કે નહીં ?
સમાધાન–ના, વિનયરહિતપણે કરેલી અહિંસા તથા કથન કરેલું સત્ય, કોઈપણ દિવસ મેક્ષ તે આપેજ નહિ પણ માત્ર પૌગલિક સુખને આપે છે. અરિહંતાદિકના કથનની સત્યતા અને તેની મેક્ષહેતુતા માની વિનયવાન બને તેજ મેક્ષ પામે. ”