________________
(૧૦૦)
પ્રશ્ન ૩૦૫–પૂજારી વિગેરેને ફળ નૈવેદ્યાદિ અપાય તેમાં દેવદ્રવ્યને દેષ લાગે કે નહિ ?
સમાધાન-પૂજારી, માલી વિગેરેને મહેનતની નેકરી તરીકે આપવામાં આવે તે દેવદ્રવ્યભક્ષણને દોષ લાગે નહિ; પણ જે મંદિરમાં કામ કરતો ન હોય અને માત્ર લાજ શરમથી આપવામાં આવે તે પૂજારી વિગેરે અને આપનાર અગર વહીવટ કરનાર બન્નેને અનુક્રમે એકને દેવદ્રવ્યના ભક્ષણને એકને દેવદ્રવ્યના વિનાશની ઉપેક્ષાને દોષ લાગે છે.
પ્રશ્ન ૩૦૬-જેમ તીર્થકરોને દીક્ષાની સાથે મન:પર્યવસાન થાય તેવી રીતે બીજાને દીક્ષાની સાથે મન પર્યાવસાન થાય ખરું ?
સમાધાન–તીર્થકરોને દીક્ષાની સાથેજ ચોથું જ્ઞાન થાય એવો નિયમ છે, તેવી રીતે બીજાને દીક્ષાની સાથે અન્ય કોઈ જીવને મન:પર્યવ થઈ જાય એ નિયમ કોઈપણ ગ્રંથમાં નથી, પણ કોઈને થાય જ નહિ એમ કહેવાય નહિ. કારણ કે ચારિત્ર ને મન:પર્યવને એકીકાલે પ્રાપ્તિ પણ આવશ્યકાદિમાં કહી છે.
પ્રશ્ન ૩૦૭–કષાય, હિંસા તથા મૃષાવાદને પ્રશસ્ત કયારે ગણું
શકાય ?
સમધાન–જે કષાય ધર્મની ધગશથી દેવ, ગુરૂ અને ધર્મ ( શાસન) ઉપર થતા આક્રમણને અટકાવવા બકે દેવાદિને બચાવવા થાય તે સારા પરિણામ-સંબંધવાળો હેવાથી ખુશીથી પ્રશસ્ત-કષાય ગણી શકાય, તેવી જ રીતે જિનપૂજા આદિકમાં પાણી આદિકના જીવની જે હિંસા થાય છે તે પણ જિનેશ્વર મહારાજની પૂજા સત્યાગ (ચારિત્ર) ના મુદ્દાએ કરાતી હેવાથી દેખીતી હિંસા છે, છતાં પણ પ્રશસ્ત-હિંસા ગણાય. મૃગઆદિકને બચાવવા માટે જે મૃષાવાદ બોલાય તે પ્રશસ્ત-મૃષાવાદ ગણાય, પણ ધ્યાન રાખવું કે જેમ લાગણીને નિર્જરા સાથે ન્યૂનાધિકપણે સંબંધ છે તેમ આ પ્રાસંગિક કષાય-હિંસા ને મૃષાવાદની સાથે ન્યૂનાધિકપણે નિર્જરા સાથે સંબંધ નથી.