________________
(૪૯) સમાધાન–જેવી રીતે દેશવિરતિવાળો શ્રાવક ઉત્કૃષ્ટપણે બારમે દેવકે જાય તેવી રીતે એકલી સમ્યગદષ્ટિ ધારણ કરનાર શ્રાવક પણ ઉત્કૃષ્ટથી બારમા દેવલેકે જઈ શકે છે.
પ્રશ્ન ૧૨૪–સમ્યગુદર્શન વગર અભવ્ય નવ ગ્રેવેયક સુધી કેમ જઈ શકે છે ?
સમાધાન–કવ્યચારિત્રના પાલનમાં આ સમર્થ દષ્ટાન્ત છે. કારણ કે મેક્ષની સાધ્યતારૂ૫ ભાવવગરની અને કેવલ પૌદ્ગલિક ઈચ્છાએ કરેલી ચારિત્રક્રિયા પણ આ સાંસારિક ઉચ્ચ લાભ આપે છે. આશ્ચર્ય છે કે દ્રવ્યક્રિયાને પણ કેવો અચિત્ય પ્રભાવ! કે એને ધારણ કરનાર શ્રાવક ઉત્કૃષ્ટથી બારમા દેવલોક પણ જઈ શકે છે.
પ્રશ્ન ૧૨૫–જેમ ગૃહસ્થ માટે અષ્ટપ્રકારી પૂજાનું શાસ્ત્રમાં વિધાન કર્યું તેવી રીતે સાધુને પણ અષ્ટપ્રકારી પૂજાનું વિધાન ખરું કે નહિ?
સમાધાન–જેવી રીતે ગહસ્થને માટે દ્રવ્યથી અષ્ટપ્રકારની પૂજા કરવાનું શાસ્ત્રમાં છે તેવું વિધાન સાધુઓને માટે કોઈપણ શાસ્ત્રમાં નથી. સાધુને માટે જે અષ્ટપ્રકારી પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પૂજાઅષ્ટકમાં કહી છે તે પૂજા તે ચોવીસે કલાક માવજીવનપર્યત સાધુઓ કરે જ છે. તે સંબંધી વિધાનદર્શક ગાથા
'अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता। गुरुभकतिस्तपोशानं सत्पुष्पाणि प्रचक्षते ॥ १ ॥
પાંચ આશ્રોને મન વચન કાયાથી છોડી દઈને પંચ મહાવ્રતનું પાલનરૂપ પાંચ પૂજા, યથાશક્તિ વિનય, વૈયાવચ્ચ આદિરૂપ છઠ્ઠી ગુરુપૂજા, સાતમી કર્મરૂપી કચરાને ધોઈ નાંખવા માટે પ્રબલ સાધનભૂત તપપૂજા, અથત ચાર જ્ઞાનવાળા (જે કેવલજ્ઞાન પામવાનું જેને માટે નિશ્ચિત છે છતાં પણ) શ્રી જિનેશ્વરે પણ જેનું આલંબન લે છે, એવી ઉત્કૃષ્ટી બાર પ્રકારની તપશ્ચર્યાનું આલંબન લેનાર સાધુ સાતમી પૂજામાં સમ્યક