________________
(૯)
ન થતી હોવાથી વધે આવે. કારણ કે ગર્ભનું પણું વર્ષ જન્મનાં આઠ અને દીક્ષાનું એક એમ પણ દશ વર્ષ થાય. જન્માષ્ટમ લઈને જન્મથી સાત થયે દીક્ષા માનીએ તે બાર મહિને કેવલ આદિ થવામાં ગર્ભનું પણું, જન્મથી સાત અને એક વર્ષને પર્યાય ગણીએ એટલે પણ નવે કેવલ થાય. તે નવ વર્ષે કેવળાદિ કહેવાય. ગર્ભથી આઠમા વર્ષવાળાને દીક્ષા આપવાના પાઠ નિશીથચૂર્ણિ, પ્રવચનસારોદ્ધારટીકા ને ટીપ્પણ ને ધર્મ સંગ્રહાદિના જ છે કે તે ઉંમરે લીધેલ દીક્ષાવાળાને ગર્ભથી આયુષ્ય ગણાય છે. તેથી આઠને આયુષ્ય કોઈ સ્થાને કેવલજ્ઞાન થવાનું કહ્યું છે?
સમાધાન–બહાસંગ્રહણીની વૃત્તિ અને પ્રકાશમાં કંઈક અધિક આઠ વર્ષ કેવલજ્ઞાન માનેલું છે, તે ગર્ભથી આઠમા વષવાળાને એટલે જન્મથી સવા છવાળાને દીક્ષા માટે અને એક વર્ષને પર્યાય માને એટલે ગર્ભથી આઠ પૂરા થયા પછી કેવલજ્ઞાન થાય એમ સ્પષ્ટ છે, વળી શ્રી ગુણસ્થાનક્રમારોહમાં સ્પષ્ટ જણાવે છે કે
उत्कृष्टतोऽष्टवर्षान, पूर्वकाटीप्रमाणकम् । कालं यावन्महीपीठे, केवली विहरत्यलम् ॥१॥
એ શ્વેકથી પણ સાબીત થાય છે કે ગર્ભથી સાત થયે લીધેલ દીક્ષાવાળો બાર માસે કેવલજ્ઞાન પામે, એટલે કે આઠ વર્ષે કેવલજ્ઞાની બને એમાં નવાઈ નથી. ન થઈ શકે તે પણ ગર્ભાછમને અર્થ જન્મથી સવાસાત એટલે ગર્ભષ્ટ માનીએ તે નવ વર્ષ પછી જ કેવલજ્ઞાન થાય, અહિં જણાવેલ આઠ વર્ષનું કેવલજ્ઞાન તે ઘટે જ નહિં.
પ્રશ્ન ૨૮૪–અર્વા એવા શ્રી ગૌતમસ્વામીજી વિરપ્રભુને સંશયમાત્ર જાણવાથી, સર્વજ્ઞ તરીકે કઈ રીતે કહી શક્યા?
સમાધાન સ્થાલીપુલાકન્યા જેમ હાંલ્લીમાં રહેલ એક દાણો તપાસવાથી હાંલ્લીમાં રહેલા દાણું પાકી ગયા છે એમ જણાય છે તેવી