________________
( ૯૮),
પ્રશ્ન ર૭૯-શ્રી જિનભૂતિ તેડવા તૈયાર થયેલ વ્યક્તિને સમજાવવા છતાં નહિ રોકાય અને ફક્ત મૂર્તિને બચાવ કરવાનાજ ઉદેશથી બળ વાપરતાં, મૂર્તિ તેડવા તૈયાર થયેલા પ્રાણ જાય છે તે પ્રવૃત્તિથી જે કાંઈ કર્મબંધન થાય તે પુણ્યને કે પાપને ?
સમાધાન–લાગણીથી બળ વપરાયા વિના ન રહી શકે પણ તેની પ્રબળતામાં નિર્જરાની પ્રબળતા મનાય નહિ.
પ્રશ્ન ૨૮૦–શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતાં અષ્કાય વનસ્પતિકાયના જીવની હિંસા થાય છે. તે તેવી પ્રવૃત્તિથી જે કાંઈ કર્મબંધ થાય તે પુણ્યને કે પાપને ?
સમાધાન–તેની શુભ ભાવનાથી તે આરંભજન્ય-કર્મનાશ પામવાનું શાસ્ત્રકાર કહે છે.
પ્રશ્ન ૨૮૧-પુણ્યાનુબંધી પુણ્યને બંધ કેવી પ્રવૃત્તિથી પડે?
સમાધાન–છવદયા. (૧) વૈરાગ્ય (૨) વિધિથી ગુરૂપૂજન (૩) અને શુદ્ધશીલથી (૪) પુણ્યાનુબંધી પુણ્યને બંધ છે.
પ્રશ્ન ર૮૨-જૈનધર્મ અનુસાર અહિંસા અને હિંસાની વ્યાખ્યા શું? સાંસારીક કાઈપણ ઇચ્છા વિના ફક્ત સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે જયણાપૂર્વક થતી ધાર્મિક-ક્રિયાઓમાં હિંસા જેવું સાધારણ દષ્ટિએ લાગતું હોય ત્યાં હિંસા છે કે અહિંસા? જેમકે પ્રભુપૂજા, પ્રતિકારક્ષણ વિગેરે.
સમાધાન–ત્યાં સ્વરૂપ-હિંસા ગણાય છે, પણ તે પુજદિની પ્રવૃત્તિ સ્વર્ગાદિ આપે પણ વિરાધનાને સ્વર્ગનું કારણ માનતા નથી.
પ્રશ્ન ૨૮૩–બાલદીક્ષા માટેના ત્રણ મતમાં જન્મથી આઠ વર્ષ પછીની દીક્ષાને એક્લ પક્ષ લેવાય તે નવ વર્ષે કેવલજ્ઞાન, મેક્ષ અને અનુત્તરવિમાનમાં (ઉત્પત્તિ) જઘન્ય વયના દીક્ષિતને બાર માસના પર્યાય વિના