________________
સમાધાન-નરકની અસહ્ય વેદનાઓને બતાવાય તેવા દુઃખદ પ્રસંગે સંસારમાં જડતા નથી જેથી અત્યંત ભયાનક બનાવ દર્શાવીને બતાવાય છે. ને તેથી તે સ્થાને છે. જુઓ ઉત્ત, અ. ૧૯, પા. ૪૫૮ ગાય ૪૪ થી ૭૪ સૂત્રતાંગ અધ્ય૦ ૫ પહેલે ઉદેશ ગાથા ૩. પા. ૧૪૦.
પ્રશ્ન ર૭૫–વિરાધક સાધુની દશા અત્યંત ખરાબ છે એવું કયા શાસ્ત્રમાં છે ?
સમાધાન–ઉત્તરાધ્યયન. અ. ૨૦. ગા. ૩૯-૫૦.
પ્રશ્ન ર૭૬–વ્યાજ વટાવથી ધંધા કરનારાઓ રૂપૈયા બીજાને દે છે તે પણ લેવા માટે આપે છે, તેમ સાધુ મહારાજને અપાતું દાન પણ મેળવવા માટે એમ ખરું કે નહિ ?
સમાધાન–અણહારી પદ લેવા માટે તે દાન દેવાય છે તેમાં વાંધો નથી. અને તેથી જ ગૃહસ્થ રોટલીને ટુકડે કે પાણીનું પવાલું સરખું સાધુને દે છે તે અણાહારી પદ માટે જ. અણુહારી પદના અપૂર્વ માલથી જે બેનશીબ છે તે ગૃહસ્થ મુનિ મહાત્માઓ પાસે આવા દાનદ્વારા તેવો માલ માગે છે. અને સાધુ મહારાજના ધ્યેયને અને તેઓને દાન દેવાથી તેમાં થતી મદદથી થતા તેના અનમેદનથી તે ધ્યેય મળવાનું સમજનાર માણસ પછીથી તે મળે તેના સાટા તરીકે દાન આપી કબુલાત કરે છે, જેમ કરોડોના સદા કરનારને બે પાંચ રૂપીઆ સાટામાં આપવા પડે છે, અને પછી મુદત પાકે બધો માલ મળે છે તેમ અહિં પણ સમજવું.
પ્રશ્ન ૨૭૭–હાલના ઝઘડાની જડ શી?
સમાધાન–પાશ્ચાત્ય કેલવણું લીધેલા કહેવાતા શિક્ષિત પિતાના તે શિક્ષણ માત્રથી જૈનકેમમાં અગ્રણી ગણાવવા માગે છે. પણ જૈનકેમ સમ અને ત્યાગ સાથેની સાચી શ્રદ્ધાવાળા જ જ્ઞાનને માનનારી