________________
(૮૮)
સમાધાન–છવને કર્મો આદિની અપેક્ષાએ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ ને પદાર્થસિદ્ધિની અપેક્ષાએ રત્નાકરાવતારિકા, અનેકાંતજયપતાકા, સંમતિતર્ક વિગેરે.
પ્રશ્ન ૨૪૪–ખરતરગચ્છની માન્યતામાં કયે મતભેદ છે કે જેથી તેમની તપાગચ્છવાલા ને બીજા ગચ્છવાળા તેમની સાથે ભિન્નતા ગણે છે.
સમાધાન–ગર્ભપહારને કલ્યાણક માનવું, માસકલ્પને વિચ્છેદ માન, બાવક પ્રતિમાને વિચ્છેદ માન, ષષ્ઠાદિ પચ્ચકખાણને અભાવ માન, શ્રાવિકા પ્રભુની અંગ પૂજા ન કરે, આદિ ઘણું માન્યતાઓ જુદી છે ને તેથી ભિન્નતા છે.
પ્રશ્ન ૨૪૫–-જૈનદર્શનની શૈલી મુજબ તે દ્રવ્યાનુયેગને અનુસાર ષ દ્રવ્યાદિ બરાબર માને છે તે સમ્યગદૃષ્ટિ કહી શકાય કે નહિ? આચરણની ભિન્નતા તે ગચ્છે છે દૃષ્ટિગોચર થાય છે?
સમાધાન-એક અક્ષર કે પદ પણુ (સિદ્ધાન્તાનુસાર) ન માનવું તે મિયા ગણાય. માન્યતા અને આચરણે સાથે અને સંબંધ નથી.
પ્રશ્ન ૨૪૬–ગચ્છે તે ઘણા સંભલાય છે. કયા આરાધક? કયા વિરાધક?
સમાધાન–આજ્ઞા સાપેક્ષ આચાર ને સત્યપ્રરૂપણ હેય ત્યાં આરાધકપણું છે.
પ્રશ્ન ૨૪૭–શ્રી વીરપ્રભુ તે પરણેલા છે, છતાં એમના માટે કુમારાવસ્થા કેમ જણાવી છે?
સમાધાન-રાજ્ય પામ્યા સિવાયની અવસ્થાને રાજ્ય રહિત કુમારાવસ્થા (પ્રથમવય) કહેવાય છે. અર્થાત જે વિવાહિત તીર્થંકરોમાં કુમાર અવસ્થા વર્ણવેલી છે. તે આ પ્રમાણે માની શકાય છે.