________________
(૮૬) મિત, ખજાને વિગેરે લુંટી લેશે, પણ જેના બદનમાં જર્મન દેશનું લેહી વહી રહ્યું છે, તેવા એકેએક બચ્ચાંથી માંડીને મેટાં સુધીના) જર્મન પાસે એક શસ્ત્ર હજી સુધી અખંડિત છે અને રહેશે. તે હથિયારને કોઈ લઈ શક્યું નથી અને લઈ શકશે પણ નહિં. તે શસ્ત્ર કયું દુશમન પ્રત્યે ધિક્કારની નજર આ ઉપરથી અમે તમને એ કહેવા માગીએ છીએ કે જે નિર્માલ્ય છે, નાશવંત છે, જન્મતાં સાથે લાવેલ નથી, મરતાં સાથે લઈ જવાય તેમ નથી, અને વચલા કાલમાં (જન્મમરણનાં મધ્યકાલમાં) પણ નિયમિત રહેશે તેવો વિશ્વાસ પણ નથી. એવા આ વિનશ્વર અને કટુ પરિણમી પદાર્થો માટે, શૌર્ય કેળવી ધિકાર રાખે શક્ય શું નથી? તેમજ જે દુષ્ટ કર્મ–રાજાએ ભવ્યોની
અનંત અવ્યાહત મીલકતની બરબાદી કરી તે (કર્મ)તરફ ધિક્કારની નજર કેમ ન રાખીએ ? સંસારરસિક જીવને આ રીતે દુન્યવી તાજા દષ્ટાથી, ધાર્મિક પ્રસંગોની ઘટના સમજાવાય તે જલ્દી અસર કરે તે હેતુથી વર્તમાનપત્રાદિનાં વાંચન થાય તે સંતવ્ય છે.
પ્રશ્ન ૨૩૮–ધમી અને ધર્મનાં સાધન માટે આટલા બધા બંદોબસ્ત શા માટે? એના માટે જીવના જોખમ સુધીનાં કાન શા માટે ?
સમાધાન-દુનીયામાં પણ કિંમતિ ચીજો અને તેના માલીકાની રક્ષા માટે જ જબરજસ્ત તીજોરીઓ અને પુરત ચોકી પહેરો રખાય છે. ધૂળ, ઢેફાં, પથરા માટે કે કંગાલે માટે કશુંયે હેતું નથી. શું ધમાં તથા ધર્મના સાધને ઓછાં કિંમતિ છે?
પ્રશ્ન ૨૩૯–.આ જીવે મેક્ષના ધ્યેય વિનાનાં અનંતા દ્રવ્યચારિત્ર કર્યા તે ભાવ-ચારિત્રનું કારણ કેવી રીતે ગણાય? કેમકે અભવ્યને અનંતાં તેવાં ચારિત્ર છતાં ભાવ–ચારિત્ર થતું નથી ?
સમાધાન–ભવ્યમાં ગ્યતા હેવાથી, તેવાં દ્રવ્ય-ચારિત્રે પણ ભાવ-ચારિત્રનું કારણ ગણાય, એમ શ્રી પંચવસ્તુમાં સ્પષ્ટ જણાવેલ છે.