________________
(૮૨)
૨ જે સાધુ અથવા સાધ્વી સ્વદર્શનીથી થતા ઉપદ્ર સહન કરે નહિ અને પરદશની તરફથી થતા સમગ્ર ઉપદ્રવો સહન કરે તે ઘણે ભાગે વિરાધક અને અંશે આરાધક થાય.
૩. સ્વદશની તથા પરદર્શની બન્ને તરફથી થતા ઉપકોને જે સાધુ-સાધ્વી સહન કરે તે સર્વ આરાધક થાય, અંશે પણ વિરાધક થતા નથી,
૪. જે સાધુ-સાધ્વી એક પણ દર્શનીના– સ્વ–પર) તરફથી થતા ઉપદ્રવને સહન કરે નહિ તે સર્વથા વિરાધક થાય.
ઉપર કહેલી ચૌભંગી બરાબર વિચારીને આરાધક થવાની ઈચ્છાવાલાએ સહનશીલતા કેળવવામાં ઉજમાલ થવું.
પ્રશ્ન ૨૨૯-દેવતાઓ અને તેઉકાય અને વાયુકાયમાં જાય નહિ, અને વનસ્પતિકાય,-અપ્લાય (પાણી), તથા પૃથ્વીકાયમાં જાય એનું કારણ શું?
સમાધાન-વાયુકાય અને તેઉકાય એ બેની ઉપર દેવતાઓને આસક્તિ થવાનો સંભવ જ નથી, કારણ કે એ બે વસ્તુઓ તિહાં સુખના વ્યવહારમાં છે નહિં માટે એ બેમાં જાય નહિ? પણ ઉત્પલાદિમાં, વાવડીઓના પાણીમાં, અને રત્ન આભૂષણદિ પૃથ્વીકાયમાં, ચ્યવતી વખતે મમતા રહે તે ચવીને ત્યાં જાય, એમાં જવાનું કારણ મુખ્યતાએ મમતા છે.
પ્રશ્ન ૨૩૦–ક્ષાયિકસમકિતી શ્રીકૃષ્ણવાસુદેવ કેટલે ભવે મેક્ષે જવાના ?
સમાધાન-કૃષ્ણ ક્ષાયિકસમકિતી હતા પણ તેમના ભવ શ્રી વસુદેવહિંડી નામના ગ્રંથમાં પાંચ કહેલા છે અને શ્રી હેમચંદ્રમહારાજે કરેલા શ્રીનેમિચરિત્રમાં ત્રણ ભવ કહ્યા છે તેથી એમાં ખરું તત્વ